Protein Rich Vegetables શરીરમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે નોન-વેજ  ખાસ કરીને ઈંડા ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ભારતમાં મોટાભાગના લોકો માંસાહાર કરતાં નથી. આવી સ્થિતિમાં કેટલાક શાકભાજીમાંથી પ્રોટીન મેળવી શકાય છે. આ શાકભાજીમાં ભરપુર પ્રમાણમાં પ્રોટીન હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રોટીનથી ભરપુર શાકભાજી 


આ પણ વાંચો:


શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય તેમણે ખાવી જોઈએ આ વસ્તુઓ, દવાની જેમ કરે છે અસર


ઘરમાં વધી હોય માખી તો આ ઘરગથ્થુ ઉપાય છે કામના, કર્યા પછી એક પણ માખી નહીં ફરકે ઘરમાં


Tea Facts: શું ખરેખર ચા પીવાથી સ્કીન કાળી થઈ જાય ? જાણો આ વાત કેટલી સાચી



ફ્લાવર
ફ્લાવર એક સામાન્ય શાક છે, તેમાં પ્રોટીન અને આયરન સારી એવી માત્રામાં મળી આવે છે. જો કે તે શિયાળાની ઋતુમાં વધારે થાય છે, પરંતુ તે આખા વર્ષ દરમિયાન બજારમાં સરળતાથી મળી રહે છે. જો તમે ફ્લાવર ખાવ છો તો શરીરમાં પ્રોટીનની ઊણપ નહીં થાય.



બ્રોકોલી
બ્રોકોલી ફ્લાવર જેવી જ લાગે છે. તે સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ ખોરાક છે. તેને ખાવાથી પ્રોટીન જ નહીં પરંતુ આયરન પણ ભરપૂર માત્રામાં મેળવી શકાય છે. તેને દૈનિક આહારમાં સામેલ કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે.



પાલક
જ્યારે પણ સૌથી હેલ્ધી લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉલ્લેખ થાય છે ત્યારે પાલકનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે, તેમાં પ્રોટીન, વિટામિન બી અને ફાઈબર મળી આવે છે. તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવશે.



મશરૂમ
પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધી શકે છે. તેના માટે તમે રોજિંદા આહારમાં મશરૂમનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)