Jaggery With Clove: શિયાળામાં શરદી, ઉધરસ અને અન્ય નાની મોટી સમસ્યાઓ ઝડપથી થઈ જાય છે. તેથી જ શિયાળામાં ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને શિયાળામાં ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આજે તમને આવી જ બે વસ્તુ વિશે જણાવીએ જેને એક સાથે ખાવાથી ઘણી બધી બીમારીઓથી બચવામાં મદદ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જો તમે શરદી અને ઉધરસ જેવી સામાન્ય બીમારીને ઝડપથી મટાડવા માંગો છો તો લવિંગ અને ગોળ એક સાથે ખાવાનું રાખો. ગોળમાં લવિંગ ઉમેરીને ખાવાથી તેનો સ્વાદ પણ સારો લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું થાય છે. ગોળ અને લવિંગ શિયાળામાં થતી પાંચ બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. 


આ પણ વાંચો: શરીરને અંદરથી ફાયદો કરે છે નાળિયેર તેલ, જાણો કયા સમયે અને કેવી રીતે સેવન કરવું


ગોળથી થતા ફાયદા 


એક્સપર્ટ અનુસાર ગોળ પાચનતંત્ર માટે સારો છે તેને ખાવાથી રક્ત શુદ્ધ થાય છે. ગોળ ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. લવિંગ ખાવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને શ્વાસની બીમારીઓ દૂર થાય છે તે દાંતના દુખાવામાં પણ ફાયદો કરે છે. 


ગોળ એન્ટી ઇન્ફલેમેટ્રી ગુણ ધરાવે છે જે શરદી અને ઉધરસથી રાહત અપાવી શકે છે. ગોળમાં ફાઇબર અને મિનરલ્સ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે. 


આ પણ વાંચો: કિસમિસ ખાવાથી શરીરમાં આવશે ઘોડા જેવી તાકાત, આ 4 વસ્તુઓ સાથે ખાવાથી ડબલ ફાયદા થશે


ગોળમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લુકોઝ હોય છે જેના કારણે એનર્જી બુસ્ટ થાય છે 


ગોળ વિટામીન બી અને મિનરલ્સથી ભરપુર હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. 


ગોળના એન્ટિ ઓક્સિડન્ટ તત્વ ત્વચા અને વાળને પણ સુધારે છે અને ચમકદાર બનાવે છે. 


આ પણ વાંચો: રોજ બ્લૂબેરી ખાવાનું શરુ કરી દો, થોડા દિવસમાં જ દેખાવા લાગશે આ 4 જબરદસ્ત ફાયદા


લવિંગ ખાવાથી થતા ફાયદા 


લવિંગમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી અને ઉધરસને દૂર કરે છે. 


લવિંગમાં ફાઇબર અને મિનરલ્સ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. 


આ પણ વાંચો: આ 4 વસ્તુની પોટલી છે જાદુઈ, આ પોટલી સુંઘવાથી 5 મિનિટમાં ખુલી જશે બંધ નાક


લવિંગ ખાવાથી શ્વાસની અને મોની દુર્ગંધ દૂર થાય છે 


લવિંગ ખાવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. 


વિટામીન સી અને એન્ટિ ઓક્સિડન્ટ સિસ્ટમને મજબૂત બનાવે છે અને બીમારીઓથી બચાવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)