જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના માછીલ વિસ્તારમાં પાકિસ્તાનની સેના દ્વારા યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરતાં ગુરૂવારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક ભારતીય જવાનનું મોત થયું છે.  આ અગાઉ જમ્મુ-કાશ્મિરની બારામુલ્લા જિલ્લા ખાતે આવેલ નિયંત્રણ રેખા ઉપર પણ ભારત અને પાકિસ્તાની સેના વચ્ચે સામ-સામો ગોળીબારની ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની સેનાએ બુધવારે પણ ઉરી વિસ્તારમાં ભારતીય જવાનોની પોઝિશનને ટાર્ગેટ કરતાં ઓટોમેટિક ગન અને મોર્ટાર બોમ્બનો મારો ચલાવ્યો હતો. 


સુત્રોએ જણાવ્યું કે, "ઉરીમાં બુધવારે મોડી રાત્રે શરૂ થયેલો ગોળીબાર ગુરૂવારે સવારે પણ ચાલુ રહ્યો હતો. ભારતીય સેનાએ પાક સૈન્યને જડબાતોડ જવાબ આપ્યો હતો." આ ઘટનામાં ભારતના બે જવાન ઘાયલ થયા હતા.


પાકિસ્તાની મીડિયાએ પણ કવર કર્યા કોંગ્રેસના નેતા સિદ્ધુની રેલીમાં લાગેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ' નારા


ગોળીબારમાં ઘાયલ થયેલા જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને સરહદ ઉપર ગોળીબાર કરવામાં આવતો રહે છે. 


આ અગાઉ, 26 નવેમ્બરના કુપવારા જિલ્લાનામાં આવેલી નિયંત્રણ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા સ્નાઈપર બંદૂકથી ગોળીબાર કરાયો હતો, જેમાં પણ એક જવાન ઘાયલો થયો હતો. 


પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગુરૂવારે માછીલમાં જે ગોળીબારની ઘટના ઘટી છે તેમાં એક જવાનનું મોત થયું છે, જ્યારે અન્ય ઘાયલ જવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 


ભારતના વધુ સમાચાર જાણવા માટે ક્લિક કરો...