નવી દિલ્હી: સુરક્ષા એજન્સીઓએએ જમ્મૂ કાશ્મીરના એવા 10 આતંકીઓની ઓળખ કરી છે જે એલઓસી ટ્રેક રૂટમાં સામેલ છે. સુરક્ષા એજન્સીઓને એવી શંકા છે કે આ બધા આતંકી પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઇએસઆઇની મદદથી આ ટ્રેડ રૂટથી મળેલા રૂપિયાનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે કરે છે. જેમાં 10 આતંકીઓની ઓળખ કરવામાં આવી છે. તેમાં કેટલાક પાકિસ્તાનમાં વસવાટ કરે છે. આ દરેક પર આતંકી ટ્રેડિંગ કંપની બનાવી કાશ્મીરમાં ટેરર ફંડિંગમાં સામેલ થવાની શંકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: #MODIWITHAKSHAY: PM Modi Live, અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પુછ્યા રોચક સવાલ, VIDEO


જેમાં 10 નામનો ખુલાસો થયો છે. જેમાં મેહરાઝુદ્દીન ભટ્ટ (હાલમાં પાકિસ્તાનના રાવલપિંડીમાં વસવાટ કરે છે), નઝીર અહેમદ ભટ્ટ (પાકિસ્તાન), બસરત અહેમદ ભટ્ટ (પાકિસ્તાન), શૌકત અહેમદ, નૂર મોહમ્મદ, ખુર્શીદ, ઇમ્તિયાઝ અહેમદ, આમિર, એઝાઝ રહેમાની અને શબ્બિર ઇલાહીનું નામ સામેલ છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...