નવી દિલ્હી: દિલ્હીના ન્યૂ રોહતક રોડ પર કબૂતરને દાણા નાખવાનું એક વેપારીને મોંઘુ પડી ગયું. માત્ર બે મિનિટની અંદર વેપારીએ 10 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. દાણા નાખીને જેવો તે પોતાની કાર પાસે પહોંચ્યો તો જોયું કે કારનો કાચ  તૂટેલો હતો અને કારની સીટ પર રાખેલી બેગ કે જેમાં 10 લાખ રૂપિયા પડ્યા હતાં તે ગાયબ હતાં. જાણ થતા જ બે ડિસ્ટ્રિક્ટની પોલીસ ઘટનાસ્થળે પહોંચી. આનંદ પર્વત અને સરાય રોહિલ્લા પોલીસ સ્ટેશન એક બીજાનો વિસ્તાર ગણાવીને લાંબા સમય સુધી આ મામલે ગૂંચવાયેલા રહ્યાં. ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ સરાય રોહિલ્લા પોલીસે આ મામલો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી બદમાશોની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેના નેતા અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું, NDAનો સાથ છોડશે


પોલીસના જણાવ્યાં મુજબ પીડિત શ્યામ સેતિયા (45) પશ્ચિમ વિહાર વિસ્તારમાં રહે ચે. તેમનો કારોલબાગ વિસ્તારમાં જૂતાનો હોલસેલનો વેપાર છે. રવિવારે સવારે તેઓ ઘરેથી તૈયાર થઈને દુકાન જવા માટે નીકળ્યા હતાં. તેમને કોઈ પાર્ટીનું પેમેન્ટ કરવાનું હતું. આ માટે  તેમણે એક બેગમાં 10 લાખ રૂપિયા મૂક્યા અને કાર લઈને કારોલબાગ જવા નીકળ્યા હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...