અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું, NDAનો સાથ છોડશે શિવસેના

ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે.

અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું, NDAનો સાથ છોડશે શિવસેના

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને મોટા  અપડેટ આવ્યાં છે. ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. સાવંતે આજે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરવાની સૂચના આપી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર અડેલી શિવસેના અને ભાજપ વચ્ચેનો આ ગતિરોધ દિન પ્રતિદિન વધતો વધતો હવે દિલ્હી પહોંચી ગયો. 

— Arvind Sawant (@AGSawant) November 11, 2019

અરવિંદ સાવંતે આ અંગેની જાહેરાત ટ્વીટ દ્વારા કરી. તેઓ 11 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. સાવંતે ભાજપ પર આરોપ લગાવતા લખ્યું કે લોકસભા ચૂંટણી અગાઉ વિધાનસભા ચૂંટણીમાં સીટોની ફાળવણી અને સત્તાના ફોર્મ્યુલા પર વાત થઈ હતી ત્યારે ભાજપ તેના પર રાજી થયો હતો પરંતુ હવે આ ફોર્મ્યુલાને ખોટો ગણાવીને શિવસેના પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. સાવંતે કહ્યું કે શિવસેના એક સાચી પાર્ટી છે અને જો આ પ્રકારના ખોટા આરોપ લગાવવામાં આવતા હોય તો આવા વાતાવરણમાં દિલ્હીમાં રહી શકાય નહીં. 

— ANI (@ANI) November 11, 2019

અરવિંદ સાવંત દક્ષિણ મુંબઈથી સાંસદ છે અને કેન્દ્રમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બન્યા હતાં. તેઓ હેવી ઈન્ડસ્ટ્રી એન્ડ પબ્લિક એન્ટરપ્રાઈઝીસ વિભાગના મંત્રી હતાં પરંતુ હવે તેમણે પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પહેલા ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. પરંતુ પરિણામ આવતા જ શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડી ગઈ. અત્રે જણાવવાનું કે એનસીપીએ પણ શિવસેનાને સમર્થન આપવાના બદલે ઈશારા ઈશારામાં એનડીએથી અલગ થવાની વાત કરી હતી. 

— ANI (@ANI) November 10, 2019

એનસીપીના કદાવર નેતા નવાબ મલિકે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે જો શિવસેના અમારું સમર્થન ઈચ્છતી હોય તો તેણે એનડીએ સાથે સંબંધ તોડવો પડશે અને ભાજપ સાથેના પોતાના સંબંધ પૂરા કરવા પડશે. તેમણે કહ્યું કે શિવસેનાને સમર્થન આપવાના બદલે કેન્દ્રીય કેબિનેટમાંથી પણ તેના મંત્રીઓએ રાજીનામું આપવું પડશે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ચર્ચા માટે 12 નવેમ્બરના રોજ પાર્ટીઓ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે જેમા આગળની રણનીતિ પર વિચાર કરવામાં આવશે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોઈ પાર્ટીને બહુમત મળ્યું નથી. પરંતુ ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો હતો. જેને 105 બેઠકો જ્યારે શિવસેના બીજા નંબરની પાર્ટી રહી જેને 56 બેઠકો મળી હતી. બંનેએ ભેગા થઈને ચૂંટણી લડી હતી. રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 145 બેઠકો બહુમત માટે જરૂરી છે. આવામાં શિવસેનાને એકલા એનસીપી નહીં પરંતુ કોંગ્રેસની પણ જરૂર પડે જ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news