મહારાષ્ટ્ર સરકાર 10 રૂપિયામાં ગરીબોને આપશે `શિવ` ભોજન
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે શિવભોજન યોજનામાં હવે ગરીબ લોકોને દસ રૂપિયામાં ભોજન કરાવશે. પ્રદેશની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારે શિવભોજન નામની યોજના રાજ્યનાં દરેક જિલ્લામાં ચાલુ કરવાનું ફરમાન બહાર પાડ્યું છે. જો કે તેની શરતો પણ જાણવા જેવી છે. મહાઅઘાડી સરકાર દ્વારા અપાયેલા આદેશમાં પ્રદેશનાં તમામ જિલ્લાઓમાં એક કેન્દ્ર ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રદેશમાં તમામ જિલ્લામાં એક સેન્ટર સરકાર ખોલશે. પરંતુ સૌથી મોટી શરત છે કે ભોજનની થાળી આખો દિવસ માત્ર એક જ વખત આપવામાં આવશે. સરકારી થાળી કેન્દ્ર પર 12થી 2 વાગ્યા વચ્ચે આપવામાં આવશે.
મુંબઇ : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે શિવભોજન યોજનામાં હવે ગરીબ લોકોને દસ રૂપિયામાં ભોજન કરાવશે. પ્રદેશની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારે શિવભોજન નામની યોજના રાજ્યનાં દરેક જિલ્લામાં ચાલુ કરવાનું ફરમાન બહાર પાડ્યું છે. જો કે તેની શરતો પણ જાણવા જેવી છે. મહાઅઘાડી સરકાર દ્વારા અપાયેલા આદેશમાં પ્રદેશનાં તમામ જિલ્લાઓમાં એક કેન્દ્ર ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રદેશમાં તમામ જિલ્લામાં એક સેન્ટર સરકાર ખોલશે. પરંતુ સૌથી મોટી શરત છે કે ભોજનની થાળી આખો દિવસ માત્ર એક જ વખત આપવામાં આવશે. સરકારી થાળી કેન્દ્ર પર 12થી 2 વાગ્યા વચ્ચે આપવામાં આવશે.
સમગ્ર અમદાવાદને દબાણ મુક્ત કરાશે, સારંગપુરમાં કામગીરી દરમિયાન ઘર્ષણ
સરકારી ઓફીસનો સ્ટાફ આકેન્દ્રમાં ભોજન નહી કરી શકે. 10 રૂપિયામાં થાળી જરૂરિયાતમંદ લોકોને જ મળશે. આ યોજનાનું નામ શિવભોજન છે. શિવભોજન યોજના પહેલા 3 મહિના માટે ચાલુ કરવામાં આવશે. જેમાં 6.48 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે. આ યોજના મહારાષ્ટ્રનાં જિલ્લા મુખ્યમથકો પર ચાલુ કરવામાં આવશે. જો કે આ યોજના હેઠળ એક કેન્દ્ર પરથી 500 લોકોને જ ભોજન મળશે. થાળીમાં 30 ગ્રામની 2 રોટી, 100 ગ્રામ સબ્જી, 150 ગ્રામ ભાત અને 100 ગ્રામ દાળ આપવામાં આવશે.
ZEE NEWS ને કહ્યું સેના પ્રમુખ, સીમા પાર આતંકવાદ અંગે એક્શન થશે, રણનીતિ ગુપ્ત
ભોજનાલય 12-2 વાગ્યા સુધી ચાલુ રહેશે. પહેલા 3 મહિના માટે આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ચાલુ કરવામાં આવશે. રિસ્પોન્સ જોયા બાદ આ આગળનો નિર્ણય લેવામાં આવશે. શિવભોજન થાળીની કિંમત દરેક શહેરી વિસ્તારમાં 50 રૂપ્યા અને ગ્રામીણ વિસ્તારમાં 35 રૂપિયા આંગવામાં આવછે. તેમાંથી 10 રૂપિયા ઘટાડ્યા બાદ 40-25 રૂપિયા સરકાર ચુકવશે. હાલ આ યોજના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લોન્ચ કરવામાં આવશે. ત્યાર બાદ દરેક નાના કેન્દ્રો પર ચાલુ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube