મુંબઇ: લેખક બનવું કઈ નાના બાળકોની વાત નથી, પણ મુંબઈ મઝગાંવમાં રહેતો 10 વર્ષના છોકરાએ આ બધાની બોલતી બંધ કરી દીધી છે. આયાન કાપડિયાને યંગેસ્ટ ઓથર ઓફ ઇન્ડિયાનો એવોર્ડથી નવાઝવામાં આવ્યો છે. એટલુંજ નહિ પણ સૌથી ઓછા સમયમાં પુસ્તક પૂરું કરવાના અવોર્ડથી પણ નવાઝવામાં આવ્યું છે. તો, એવો જાણીયે કે આયાન કરી રીતે આટલી નાની ઉંમરમાં લેખક બનવાનું મન થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈના મઝગાંવ વિસ્તારમાં રહેતા એક નાના બાળકે એવું કઈ કરી દેખાડ્યું જે કદાચ જ કોઈએ કર્યું હશે. આટલી નાની ઉંમરમાં તેને મોટા મોટા સાહિત્યકારોને પણ અચંબામાં મૂકી દીધા. માત્ર 10 વર્ષની ઉંમરમાં આયાન લેખક બની ગયો. એ પણ સૌથી ઓછા સમયમાં પુસ્તક પૂરું કરનારો લેખક અયાનને માત્ર 3 કલાકમાં એક કાલ્પનિક વાર્તા લખી. આ વાર્તા જાદુગરના જીવન પર આધારિત છે. આર્યનને સ્કૂલમાંથી એક અસાઇમેન્ટ આપવામાં આવ્યો હતો. જેમાં આયાને આ વાર્તા લખી હતી. આર્યનને આ વાર્તા લખતાતો ત્રણ કલાક લાગ્યા પણ તે વાર્તાને ઓપ આપતા ત્રણ દિવસ લાગ્યા, જેમાં તેના સ્કૂલના ટીચરે તેની મદદ કરી હતી.

જુઓ વિડીયો


આયાનમાં છુપાયેલી લેખનની પ્રતિભાને તેની માતા કેયુરી કાપડિયાએ ઓળખી અને તેને બહાર લાવવામાટે તેને પુરે પૂરો સપોર્ટ કર્યો. આયાન પોતાના મોટા ભાઈ અતુલ પણ લખે છે, તેથી આયાન તેને પોતાની પ્રેરણા મને છે. આર્યન અને મહાન લેખક શેક્સપિયરનો જન્મદિવસ એક જ દિવસ છે એટલે તેના પરિવારને આર્યનમાં લેખકની ઝલક દેખાય છે. આયાનના માતાપિતાને પોતાના બાળક પર ગણો ગર્વ છે. આયાનના પિતા મુઝફફલને જ્યારે ખબર પડી કે તેમના દીકરાને ઇન્ડિયા યંગેસ્ટ ઓથર અવોર્ડ મળ્યો છે ત્યારે તેમની છાતી ગર્વથી ફૂલી ગઈ.


Pic courtesy: indianachieverbookofrecords.com

આયાન જોઈન્ટ ફેમેલીમાં રહે છે, આર્યનના માતા પિતા સાથે તેના દાદા દાદી એ પણ આયાનને પુસ્તક લખવા માટે ઘણો સપોર્ટ કર્યો. તેમાના ઘરનો નાનો ચિરાગની વાટ આજે દુનિયા ભ્રમ પ્રકાશ ફેલાવી રહેલી છે તે જોઈને તેમને પણ ઘણો ગર્વ મેહસૂસ થઇ રહ્યો છે. તેઓનું માનવું છે આયાન મોટો થઈને ઘણો મોટો લેખક બનશે અને તેમના ખાનદાનનું નામ રોશન કરશે. 


આયાનના માતા-પિતા આયાને લખેલી પુસ્તક તેને જન્મદિવસે તેને ભેટ આપવા ઈચ્છતા હતા એટલે તેમને આ પુસ્તકને છપાવી. આ પુસ્તક છાપવાનું બીજું કારણ અને વેચા માટે નહિ અર્પણ આ જે યાદગીરી છે તેને હમેશા પોતાના પાસે રાખવા માટે છપાવી છે. આર્યનની ઈચ્છા બીજી પુસ્તક લખવાની પણ છે. આ પુસ્તક તે ગરીબ અને અનાથ બાળકોને સમર્પિત કરવા માંગે છે.