હૈદરાબાદ : ભારતનાં સૌથી સંપત્તીવાન મંદિરોમાંથી એક વિશ્વસ પ્રસિદ્ધ તિરૂપતી બાલાજી મંદિરમાં ગોટાળાનાં આરોપો લાગી રહ્યા છે. હાલનાં મંદિર તંત્ર પર કરોડો રૂપિયાનાં ગોટાળાનો આરોપ લાગી રહ્યો છે. આ આરોપો વચ્ચે મંદિરનાં મુખ્ય પુજારીને હટાવી દેવામાં આવ્યા છે. પુજારી રમન્ના દીક્ષિતુલુએ આરોપ લગાવ્યો હતો કે તિરુપતિ મંદિર તંત્ર મંદિરમાં આવતા ચઢાવાનો દુરૂપયોગ કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય પુજારી રમન્નાએ આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂ પર ગંભીર આરોપો લગાવ્યા છે. મન્દિર બોર્ડ સભ્યોની પસંદગી મુખ્યમંત્રી કરે છે. રમન્નાનો આરોપ છે કે મંદિરના રસોડા કે જ્યાં હજારો વર્ષથી પ્રસાદ બનતો હતો, તેને તોડીને કરોડોનાં પ્રાચીન આભૂષણોને ગુમ કરી દેવામાં આવ્યા. પુજારી રમન્નાએ આરોપ લગાવ્યો કે, તિરુપતિ મંદિરનાં 100 કરોડ રૂપિયાની રકમ ચંદ્રાબાબુ નાયડૂએ મંદિરનાં નિયમ વિરુદ્ધ પોતાનાં રાજનીતિક નિર્ણયો માટે ખર્ચ કરાવી દેવાયાનો પણ આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ પુજારી રમન્ના દીક્ષિતુલુને હટાવી દેવામાં આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાચીન મંદિરમાં ગરીબોની સાથે સાથે મોટા મોટા વેપારીઓ, ફિલ્મી સિતારાઓ અને રાજનેતાઓ દર્શન માટે આવે છે. દર વર્ષે લાખો લોકો તિરુમાલા પહાડીઓ પર પ્રભુનાં દર્શન કરવા આવે છે. તિરુપતી એટલા પ્રચલિત થવાની પાછળ ઘણી કથાઓ અને માન્યતાઓ છે. આ મંદિર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. 

માન્યતા છે કે તિરુપતિ બાલાજી આ મંદિરમાં પોતાનાં પત્ની પદ્માવતી સાથે તિરુમલામાં રહેતા હતા. તિરુપતિ બાલાજી મંદિરનાં મુખ્ય દરાવાજાની ડાબી તરફ એક લાકડી છ. કહેવામાં આવે છે કે આ જ લાકડી વડે બાલાજીનાં બાલ સ્વરૂપ દરમિયાન માર મરાયો હતો. જેનાં કારણે તેમની ડાઢી પર ઘા વાગ્યો હતો. માન્યતા છે કે બાલરૂપમાં એકવાર બાલાજીની ડાઢીમાં લોહી આવ્યું હતું. ત્યાર બાદથી જ બાલાજીની પ્રતિમાની ડાઢી પર ચંદન લગાવવાની પ્રથા ચાલુ થઇ હતી.