નવી દિલ્હી: બળાત્કાર (Rape) જેવી હીચકારી ઘટનાઓ પર રોક લગાવવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આવી ઘટનાઓમાં જલદી ન્યાય થાય તે માટે દેશભરમાં 1023 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ ખુલશે. મોદી સરકાર ઈચ્છે છે કે રેપ અને પોસ્કો કેસની તપાસ 2 મહિનામાં પૂરી થાય અને આવા કેસોમાં ટ્રાયલ 6 મહિનામાં પૂરી થવી જોઈએ. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે (Ravishankar Prasad) તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને ફાસ્ટ કોર્ટ ટ્રાયલ 6 મહિનામાં પૂરી કરવા માટે પત્ર લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદા મંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને રેપ અને પોસ્કોના કેસોની તપાસ 2 મહિનામાં પૂરી કરવા માટે પત્ર લખ્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં 700 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. જેમાં વધુ 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટનો વધારો થશે. 


અત્રે જણાવવાનું કે હૈદરાબાદમાં 23 વર્ષની પશુચિકિત્સક સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસે આખા દેશને હચમચાવી નાખ્યો. 2012માં ઘટેલા નિર્ભયા રેપ અને હત્યાકાંડમાં પણ હજુ સુધી દોષિતોને ફાંસી મળી નથી. મહિલાઓ વિરુદ્ધ જાતિય હિંસાના અનેક મામલાઓ સંદર્ભે કેન્દ્ર સરકારે મંગળવારે (10 ડિસેમ્બર) કહ્યું હતું કે મહિલા સુરક્ષા તેમની ઉચ્ચ પ્રાથમિકતામાં છે અને તેમણે દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે અનેક પહેલ કરી છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....