નવી દિલ્હી: પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહ શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ ગયો જ્યાં પદ્મ પુરસ્કાર આપવામા આવ્યાં. અનેક રસપ્રદ અને ભાવવિભોર કરી નાખે તેવા નજારા પણ જોવા મળ્યાં જેને જોઈને આંખો ભરાઈ જાય. કર્ણાટકમાં હજારો છોડ વાવનારા 107 વર્ષના સાલુમરદા થીમક્કાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યાં. વયોવૃદ્ધ આ મહિલાએ ત્યારબાદ કોવિંદને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યાં. જેણે આ દ્રશ્ય જોયું તેઓ ભાવવિભોર થઈ ગયાં. ખાસ વાત એ હતી કે થિમક્કા પદ્મ પુરસ્કાર લેવા માટે ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થીમક્કાએ વડના 400 છોડ સહિત 8000થી વધુ છોડ વાવ્યા છે. આ જ કારણે તેમને વૃક્ષ માતાની ઉપાધિ પણ મળી છે. તેમને રાષ્ટ્રપતિ ભવનમાં શનિવારે અન્ય વિજેતાઓની સાથે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. કડક પ્રોટોકોલ હેઠળ આયોજિત સમારોહમાં હળવા લીલા રંગની સાડી પહેરીને આવેલા થીમક્કાએ હસતા ચહેરાની સાથે માથા પર ત્રિપુંડ કર્યું હતું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...