જોધપુરમાં ભીષણ રોડ અકસ્માત, પીકઅપ અને ટ્રેલરની ટક્કરમાં 11 લોકોના મોત
જિલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશનની હદના સોઈતરા ગામની સરહદમાં આજે શનિવારનો દિવસ કાળો દિવસ બની રહ્યો. અહીં બાલોતરા હાઈવે પર એક પિકઅપ અને એક ટ્રેલરની ભીષણ ટક્કર પિક અપ સવાર 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા.
અરૂણ હર્ષ, જોધપુર: જિલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશનની હદના સોઈતરા ગામની સરહદમાં આજે શનિવારનો દિવસ કાળો દિવસ બની રહ્યો. અહીં બાલોતરા હાઈવે પર એક પિકઅપ અને એક ટ્રેલરની ભીષણ ટક્કર પિક અપ સવાર 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા.
ઘાયલોને એમ્બ્યુલન્સની સહાયતાથી શેરગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. મૃતકો કેનાનાના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ શેરગઢ પોલીસ સ્ટેશન કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ક્રેનની સહાયતાથી પિકઅપ વાનમાં ફસાયલે લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યાં છે.
જોધપુર સોઈંતરામાં અકસ્માતની જાણકારી મળતા જ જિલ્લા કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત અને ગ્રામિણ પોલીસ અધિકારી રાહુલ બારહઠ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા હતાં. મળતી માહિતી મુજબ મૃતકોમાં 4 પુરુષો અને 6 મહિલાઓ તથા એક બાળક સામેલ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube