મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢ જિલ્લામાં (Raigad) ભારે વરસાદને (Rain) કારણે પૂરથી સ્થિતિ સર્જાઈ છે. હવે ત્યાં હોસ્પિટલમાં દાખલ 11 દર્દીઓના મોતની વાત સામે આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલમાં દાખલ 21 દર્દી
મળતી માહિતી મુજબ, રાયગઢની (Raigad) ચિપલુણ હોસ્પિટલમાં કુલ 21 દર્દીઓ દાખલ થયા હતા. તેમાંથી ઘણા વેન્ટિલેટર પર હતા. ભારે વરસાદ (Rain) અને પૂરને કારણે આખા વિસ્તારમાં અનેક ફૂટ પાણી ભરાયા હતા. જેના કારણે હોસ્પિટલનો બહારની દુનિયા સાથે સંપર્ક તૂટી ગયો હતો.


આ પણ વાંચો:- Pornography Case: રાજ કુન્દ્રાને લઈ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ


કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્તારના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા ગુરુવારે બપોરે 3.30 વાગ્યે હોસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે વરસાદનો માર ઓછો થતાં આ વિસ્તારમાં પાણીની સપાટી ધીરે ધીરે ઓછી થઈ રહી છે. જે બાદ લોકોએ તેમના ઘર અને દુકાનની સફાઇ શરૂ કરી દીધી છે.


આ પણ વાંચો:- સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, રાયગઢમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 35ના મોત


11 દર્દીઓનાં મોત
દરમિયાન સામે આવ્યું છે કે ચિપલુણ હોસ્પિટલમાં દાખલ 21 દર્દીઓમાંથી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રમાં હંગામો મચ્યો છે. જિલ્લા વહીવટી અધિકારીઓ હોસ્પિટલમાં દાખલ બાકીના દર્દીઓને બચાવવા યોજના બનાવવામાં વ્યસ્ત છે. હોસ્પિટલના વહીવટીતંત્રનો સંપર્ક કરી પરિસ્થિતિની વિગતો માંગવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- Punjab Congress ના અધ્યક્ષ ના અધ્યક્ષ બન્યા નવજોત સિંહ સિદ્ધુ, કેપ્ટન અમરિન્દરે કહી આ વાત


બીજી તરફ, મહારાષ્ટ્રના (Maharashtra) કોલ્હાપુરમાં આ વખતે વરસાદે (Rain) વર્ષ 2019 નો રેકોર્ડ તોડ્યો છે. વરસાદને કારણે કાગલ-મુરગુડ રસ્તા પર સિદ્ધનેર્લી વિસ્તારમાં દુધ ગંગા નદી ઉપરનો પુલ રાતોરાત છલકાઇ ગયો હતો. સ્થિતિ એવી છે કે આખો વિસ્તાર પાણીથી ભરેલો છે.


આ પણ વાંચો:- Pornography Case: Raj Kundra ની વધી મુશ્કેલીઓ, 27 જુલાઈ સુધી જેલમાં રહેવું પડશે


મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 129 લોકોનાં મોત
પરિસ્થિતિને જોતા કોલ્હાપુરમાં પેટ્રોલ પમ્પ સામાન્ય લોકો માટે બંધ કરાયો છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે એક આદેશ જાહેર કરીને જણાવ્યું છે કે માત્ર આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને પેટ્રોલ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં (Maharashtra) વરસાદ (Rain) સંબંધિત અકસ્માતોને કારણે ગુરુવાર અને શુક્રવારે અત્યાર સુધીમાં 129 લોકોનાં મોત નીપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube