Punjab Congress ના અધ્યક્ષ ના અધ્યક્ષ બન્યા નવજોત સિંહ સિદ્ધુ, કેપ્ટન અમરિન્દરે કહી આ વાત
પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં કઈંક રાહત જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી લીધો છે.
Trending Photos
નવી દિલ્હી: પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં કઈંક રાહત જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી લીધો છે. પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળતા જ સિદ્ધુએ પોતાની સ્ટાઈલમાં જોરદાર ભાષણ આપ્યું. તેમણે વિરોધીઓને લલકારતા તેમના બિસ્તર ગોળ કરી નાખવાની વાત કરી. તેમણે કહ્યું કે તેમનું મિશન પંજાબને જીતાડવાનું છે.
પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ હુંકાર
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ કહ્યું કે દેશના ખેડૂતો આજે દિલ્હીના રસ્તાઓ પર ધરણા ધરી રહ્યા છે. સૌથી મોટો મુદ્દો આ છે. સિદ્ધુએ કહ્યું કે કાર્યકરોના વિશ્વાસમાં ભગવાનનો અવાજ છે. અમે કાર્યકરોનો અવાજ સાંભળીશું. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે શું ચોરોની ચોરી ન પકડવામાં આવે અને શું મોંઘી વીજળી ખરીદવામાં આવે?
કોંગ્રેસ આજે એકજૂથ છે
સિદ્ધુએ શિરોમણી અકાલી દળના નેતા અને વિક્રમજીતસિંહ મજેઠિયા પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું. તેમણેકહ્યું કે પંજાબ પૂછે છે કે ચિટ્ઠા વેચનારો ક્યા છે. તેમણે કહ્યું કે સુખબીર અને મજેઠિયાને રહેવા દેવાના નથી. તેમણે કહ્યું કે પંજાબના મુદ્દાઓનો ઉકેલ લાવવો અમારો હેતુ છે. હું ખેડૂતોને મળવા માંગુ છું. કોંગ્રેસ આજે એકજૂથ છે. તેમણે કહ્યું કે મારી પ્રધાનીનું સૌથી મોટું મિશન ખેડૂતોને તાકાત આપવાનું છે. ખેડૂત મોરચો સંભાળનારાઓને મળવા માંગુ છું. મારી ચામડી મોટી છે, મારું મિશન એક જ છે.
કેપ્ટન અમરિન્દરે આપ્યું આ નિવેદન
સિદ્ધુની તાજપોશી દરમિયાન કાર્યકરોને સંબોધિત કરતા કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તેઓ સિદ્ધુને બાળપણથી જાણે છે. તેમણે કહ્યું કે જ્યારે સિદ્ધુ પેદા થયા ત્યારે મારું કમીશન થયું હતું. વર્ષ 1970માં જ્યારે મે સેના છોડી ત્યારે મારી માતાજીએ મને રાજકારણમાં આવવાની સલાહ આપી હતી. નવજોત સિંહ સિદ્ધુના પિતાજી સાથે મારે ત્યારથી સંબધ છે. આ અમારા બંનેના પરિવાનું બેકગ્રાઉન્ડ છે.
તેમણે કહ્યું કે મને અકાલી દળ અને આમ આદમી પાર્ટી પર કોઈ ભરોસો નથી. આપણે તેમનાથી બચવું પડશે. કોંગ્રેસ પાર્ટી એક જમાત છે જે શરૂઆતથી જ દેશની આઝાદી માટે પોતાના પગલાં ઉઠાવતી આવી છે.
બેટિંગની નકલ કરતા જોવા મળ્યા સિદ્ધુ
પંજાબ કોંગ્રેસ ભવનમાં સભાને સંબોધિત કરવા માટે આગળ વધતા નવજોત સિંહ સિદ્ધુ બેટિંગની નકલ કરતા જોવા મળ્યા. ત્યારબાદ કાર્યકરોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આજે હું આખા પંજાબના કોંગ્રેસ કાર્યકરોનો પ્રધાન બની ગયો. જે ખેડૂતોના કારણે સરકાર બને છે, તેઓ આજે દિલ્હીમાં બેઠા છે.
#WATCH: Newly appointed Punjab Congress president Navjot Singh Sidhu mimics a batting style as he proceeds to address the gathering at Punjab Congress Bhawan in Chandigarh.
(Source: Punjab Congress Facebook page) pic.twitter.com/ZvfXlOBOqi
— ANI (@ANI) July 23, 2021
કેપ્ટન- સિદ્ધુ ભેગા થયા!
નવજોત સિંહ સિદ્ધુની તાજપોશી પહેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તમામ વિધાયકો અને પંજાબ કોંગ્રેસના અધિકારીઓ સાથે ચા પાર્ટી પણ કરી. ચંડીગઢમાં પંજાબ ભવનમાં ચા પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં નવજોતસિંહ સિદ્ધુ પણ સામેલ થયાઅને અમરિન્દર સિંહ સાથે મુલાકાત કરી. આ દરમિયાન પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત પણ હાજર રહ્યા હતા. અમરિન્દર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુની મુલાકાતની તસવીરો મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે શેર કરી.
કેપ્ટનના વિરોધ બાદ પણ સિદ્ધુ બન્યા અધ્યક્ષ
મુખ્યમંત્રી અમરિન્દર સિંહના આકરા વિરોધ છતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે નવજોત સિંહ સિદ્ધુને પાર્ટીની પંજાબ શાખાની કમાન સોંપી. કોંગ્રેસઅધ્યક્ષે આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને સિદ્ધુની સહાયતા માટે સંગત સિંહ, ગિલિજિયાન, સુખવિન્દર સિંહ ડૈની, પવન ગોયલ, અને કુલજીતસિંહ નાગરાને પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા.
પ્રિયંકા ગાંધીના એક ફોનથી નરમ પડ્યા અમરિન્દર
અમરિન્દર સિંહ નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાથી નારાજ હતા. જો કે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અમરિન્દર સિંહ સાથે વાત કરી અને ત્યારબાદ તેઓ નરમ પડ્યા. પ્રિયંકા ગાંધી સાથે ફોન પર વાત કર્યા બાદ અમરિન્દર સિંહ સિદ્ધુની તાજપોશી માટે રાજી થયા હોવાનું કહેવાય છે.
નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું હતું આમંત્રણ
અમરિન્દર સિંહ સતત નવજોતસિંહ સિદ્ધુ પાસેથી માફીની માગણી કરી રહ્યા હતા પરંતુ તેમણે માફીનામાની જગ્યાએ કેપ્ટન અમરિન્દર સિંહને ગઈ કાલે આમંત્રણ મોકલ્યું હતું. જેમાં લગભગ 60 વિધાયકોની સહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે