નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી ધારા-370ને નાબૂદ કરી દવાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી 370 ધારા દૂર કરવાની માહિતી રાજ્યસભામાં આપી હતી, જોકે, જેશના 11 રાજ્યોમાં આવી ધારા લાગુ છે, જે કેન્દ્ર સરકારને વિશેષ સત્તા આપે છે, જેનું નામ છે ધારા-371. આ ધારાના કારણે કેન્દ્ર સરકાર જે-તે રાજ્યમાં વિકાસ, સુરક્ષા, સંરક્ષા વગેરે સંબંધિત કાર્યો રાજ્યની મંજૂરી વગર પણ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂઓ કયા-કયા રાજ્યમાં ધારા 371 અમલમાં છે...


મહારાષ્ટ્ર/ગુજરાતઃ ધારા-371
મહારાષ્ટ્ર અને ગુજરાત, બંને રાજ્યના રાજ્યપાલને ધારા-371 અંતર્ગત વિશેષ સત્તા મળેલી છે, જેના દ્વારા તેઓ મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા અને ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છ માટે અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. આ વિસ્તારોમાં વિકાસ કાર્ય માટે એક સમાન ફંડ આપવામાં આવશે. ટેક્નીકલ, એજ્યુકેશન, વોકેશનલ ટ્રેનિંગ અને રોજગાર માટે જરૂરી કાર્યક્રમો માટે પણ રાજ્યપાલ વિશેષ વ્યવસ્થા કરી શકે છે. 


જમ્મુ કાશ્મીરમાં હવે અલગ ધ્વજ નહીં રહે, 370 દૂર થતાં ઘણી સ્થિતિ બદલાશે


આંધ્રપ્રદેશ અને તેલંગાણાઃ ધારા- 371-D (32મો સંશોધન કાયદો-1973) 
આ રાજ્યો માટે રાષ્ટ્રપતિ પાસે વિશેષ અધિકાર હોય છે કે તેઓ રાજ્ય સરાકરને આદેશ આપે કે કઈ નોકરીમાં કયા વર્ગના લોકોને નોકરી આપી શકાય. આ જ રીતે શિક્ષણ સંસ્થાઓમાં પણ રાજ્યના લોકોને એક સમાન ભાગીદારી કે અનામત મળે છે. રાષ્ટ્રપતિ નાગરિક સેવાઓ સાથે જોડાયેલાં પદો પર નિમણૂક સંબંધિત બાબતોનો ઉકેલ લાવવા માટે હાઈકોર્ટ પાસે જઈને અલગ ટ્રિબ્યુનલ પણ બનાવી શકે છે. 


મણિપુરઃ ધારા - 371-C  (27મો સંશોધન કાયદો-1971)
રાષ્ટ્રપતિ ઈચ્છે તો રાજ્યના રાજ્યપાલને વિશેષ જવાબદારી આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની કમિટી બનાવી શકે છે. આ કમિટિ રાજ્યના વિકાસ સંબંધિત કામકાજ પર દેખરેખ રાખશે. રાજ્યપાલ તેનો વાર્ષિક રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરદ કરે છે. 


હવે કાશ્મીરમાં દેશનો કોઈ પણ નાગરિક જમીન ખરીદી શકશે...જાણો બીજું શું-શું બદલાઈ જશે


મિઝોરમઃ ધારા - 371-G (53મો સંશોધન કાયદો-1986)
જમીનની માલિકીના હક અંગે મિઝો સમુદાયના પારંપરિક પ્રથાઓ, વહીવટી, નાગરિક અને અપરાધિક ન્યાય સંબંધિત નિયમોને ભારત સરકારની સંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઈ શકે છે જ્યારે રાજ્યની વિધાનસભા કોઈ સંકલ્પ કે કાયદો ન લાવે. 


નાગાલેન્ડઃ ધારા- 371-A (13મો સંશોધન કાયદો-1986)
જમીનના માલિકી હક અંગે નાગા સમુદાયની પારંપરિક પ્રથાઓ, વહીવટી, નાગરિક અને અપરાધિક ન્યાય સંબંધિત નિયમોને ભારત સરકારની સંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઈ શકે છે જ્યારે રાજ્યની વિધાનસભા કોઈ સંકલ્પ કે કાયદો ન લાવે. આ કાયદો ત્યારે બનાવાયો જ્યારે ભારત સરકાર અને નાગા લોકો વચ્ચે 1960માં 16 મુદ્દે સમાધાન થયું હતું. 


જમ્મુ અને કાશ્મીરથી અલગ થતા જ લદ્દાખને થશે ખુબ ફાયદો! જાણો તેમની સ્થિતિ


અરૂણાચલ પ્રદેશઃ ધારા- 371-H (55મો સંશોધન કાયદો-1986)
રાજ્યપાલને રાજ્યના કાયદા અને સુરક્ષા અંગે વિશેષ અધિકાર મળે છે. તેઓ મંત્રીમંડળ સાથે ચર્ચા કરીને પોતાના નિર્ણયને લાગુ કરાવી શકે છે. જોક આ ચર્ચા દરમિયાન મંત્રીમંડળ રાજ્યપાલના નિર્ણય સામે કોઈ સવાલ ઉઠાવી શકે નહીં. રાજ્યપાલનો નિર્ણય જ અંતિમ નિર્ણય ગણાય છે. 


અસમઃ ધારા- 371-B (22મો સંશોધન કાયદો-1969)
રાષ્ટ્રપતિ રાજ્યના આદિવાસી વિસ્તારોમાંથી ચૂંટાઈને આવેલા વિધાનસભાના પ્રતિનિધિઓની એક કમિટી બનાવી શકે છે. આ કમિટિ રાજ્યના વિકાસ સંબંધિત કાર્યોની સમીક્ષા કરીને તેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપશે. 


સિક્કિમ - 371-F (36મો સંશોધન કાયદો-1975)
રાજ્યના વિધાનસભાના પ્રતિનિધિ ભેગામળીને એક એવો પ્રતિનિથિ ચૂંટી શકે છે, જે રાજ્યના વિવિધ વર્ગોના લોકોના અધિકારો અને પસંદગીનું ધ્યાન રાખશે. સંસદ વિધાનસભામાં કેટલીક સીટ નક્કી કરે છે, જેમાં વિવિધ વર્ગના લોકો જ ચૂંટાઈને આવી શકે છે. રાજ્યપાલ પાસે એ વિશેષ અધિકાર હોય છે, જેના અંતર્ગત તેઓ સામાજિક અને આર્થિક વિકાસ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરી શકે. સાથે જ રાજ્યના વિવિધ વર્ગોના વિકાસ માટે પ્રયાસ કરશે. રાજ્યપાલના નિર્ણયની સામે કોઈ પણ કોર્ટમાં અપીલ કરી શકાતી નથી. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....