હવે કાશ્મીરમાં દેશનો કોઈ પણ નાગરિક જમીન ખરીદી શકશે...જાણો બીજું શું-શું બદલાઈ જશે

જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં ચાર સંકલ્પ રજુ કરતા આર્ટિકલ 370ને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો. અત્રે જણાવવાનું કે આર્ટિકલ 370ને જમ્મુ કાશ્મીરથી હટાવવાનો નિર્ણય સંસદ સાધારણ બહુમતીથી પસાર કરી શકે છે. આ સાથે જ જમ્મુ કાશ્મીર બે રાજ્યોમાં વહેંચાઈ ગયું છે. ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરની ભૂગોળની સાથે સાથે રાજકારણ પણ બદલાઈ ગયું છે. આવો જાણીએ હવે જમ્મુ અને કાશ્મીરમાં શું શું ફેરફાર આવશે. 
હવે કાશ્મીરમાં દેશનો કોઈ પણ નાગરિક જમીન ખરીદી શકશે...જાણો બીજું શું-શું બદલાઈ જશે

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં ચાર સંકલ્પ રજુ કરતા આર્ટિકલ 370ને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો. અત્રે જણાવવાનું કે આર્ટિકલ 370ને જમ્મુ કાશ્મીરથી હટાવવાનો નિર્ણય સંસદ સાધારણ બહુમતીથી પસાર કરી શકે છે. આ સાથે જ જમ્મુ કાશ્મીર બે રાજ્યોમાં વહેંચાઈ ગયું છે. ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરની ભૂગોળની સાથે સાથે રાજકારણ પણ બદલાઈ ગયું છે. આવો જાણીએ હવે જમ્મુ અને કાશ્મીરમાં શું શું ફેરફાર આવશે. 

કોઈ પણ સંપત્તિ ખરીદી શકશે
કલમ 370 હટવાથી હવે રાજ્ય બહારની કોઈ પણ વ્યક્તિ દેશનો નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકશે. 

હવે અલગ ઝંડો નહીં
જમ્મુ અને કાશ્મીરમાં હવે અલગ ઝંડો નહીં રહે. એટલે કે રાષ્ટ્રધ્વજ તિરંગો રહેશે. 

રાજ્યપાલ પદ ખતમ
રાજ્યપાલનું પદ ખતમ થઈ જશે. આ સાથે જ રાજ્યની પોલીસ કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં રહેશે. 

બેવડી નાગરિકતા ખતમ
જમ્મુ અને કાશ્મીરમાં હવે બેવડી નાગરિકતા નહીં રહે. આર્ટિકલ 370ના કારણે જમ્મુ અને કાશ્મીરમાં મતનો અધિકાર ફક્ત ત્યાંના સ્થાયી નાગરિકોને જ રહેતો હતો. રાજ્યના બીજા લોકો અહીં મત આપી શકતા નહતાં અને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકતા નહતાં. હવે નરેન્દ્ર મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણય બાદ ભારતનો કોઈ પણ નાગરિક ત્યાંનો મતદાર અને ઉમેદવાર બની શકે છે. 

કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ 
જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી વિધાનસભાની 87 બેઠકો હતી. પરંતુ હવે રાજ્યનું વિભાજન થઈ ગયું છે. જમ્મુ અને  કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. 

કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરની વિધાનસભા રહેશે
કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ હશે. વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષની જગ્યાએ 6 વર્ષનો રહેશે. 

જુઓ LIVE TV

લદ્દાખ ચંડીગઢની જેમ કેન્દ્રશાસિત પ્રદેશ
અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરનો ભાગ રહેલા લદ્દાખને હવે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવશે. અહીં જમ્મુ અને કાશ્મીરની જેમ વિધાનસભા નહીં હોય. તેનું પ્રશાસન ચંડીગઢની જેમ ચલાવવામાં આવશે. 

કાશ્મીરમાં અલગ કોઈ બંધારણ નહીં
કલમ 370 હટાવ્યાં બાદ જમ્મુ અને કાશ્મીરને મળેલા વિશેષ અધિકાર સંપૂર્ણ રીતે ખતમ થયા છે. આ નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય બંધારણ સંપૂર્ણ રીતે લાગુ થશે. આ નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીરનું પોતાનું અલગ કોઈ બંધારણ નહીં હોય. અત્રે જણાવવાનું કે કાશ્મીરમાં 17 નવેમ્બર 1956ના રોજ પોતાનું બંધારણ લાગુ કર્યું હતું. હવે કાશ્મીરમાં આર્ટિકલ 356નો પણ ઉપયોગ થઈ શકે છે. એટલે કે રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકાય છે. 

RTI કાયદો કાશ્મીરમાં પણ થશે લાગુ
જમ્મુ અને કાશ્મીરમાં આરટીઆઈ અને સીએજી જેવા કાયદા પણ લાગુ થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news