રાકેશ ત્રિવેદી / મુંબઇ : 2008માં મુંબઇ આતંકી હુમલાનો ગુનેગાર અને હાલમાં શિકાગોની જેલમાં બંધ ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનું શું મોત થયું છે? હાલમાં એવી વિગતો સામે આવી રહી છે કે 19મી મેના રોજ જેલમાં કેદીઓ દ્વારા કરાયેલા હુમલામાં ઘાયલ થયા બાદ ગંભીર અવસ્થામાં એને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં એનું મોત નીપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં એ પણ સામે આવી રહ્યું છે કે, પોલીસ પર હુમલો કરવાના આરોપમાં 10 વર્ષની કેદની સજા કારી રહેલા બે કેદીઓએ 19મી મેના રોજ ડેવિડ પર હુમલો કર્યો હતો. એ બાદ એરલિફ્ટ કરી ડેવિડને સારવાર માટે લઇ જવાયો હતો અને જ્યાં એને આઇસીયુમાં શિફ્ટ કરાયો હતો. જોકે સુત્રો દ્વારા એવી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે કે સારવાર દરમિયાન ડેવિડનું મોત નીપજ્યું છે. 


ગુપ્ત એજન્સી એફબીઆઇને આ સમગ્ર ઘટનાની તપાસ માટે આદેશ કરાયો છે. જ્યારે  Zee News દ્વારા આ બાબતે શિકાગોના બ્યૂરો ઓફ પ્રિજનના જન સંચાર અધિકારી સાથે આ અંગે વાત કરવામાં આવી તો 'અમારી પાસે હેડલી અંગે કોઇ વિગતો ન હોવાનો જવાબ મળ્યો હતો. 


ત્યાર બાદ Zee News દ્વારા જ્યારે નોર્થ શોર યૂનિવર્સિટી ઇવાંસટન હોસ્પિટલમાં ડેવિડ અંગે જાણકારી મેળવવા પ્રયાસ કરાયો હતો કહેવાયું કે, આ સમયે અમારા ત્યાં ડેવિડ હેડલી ઉર્ફે દાઉદ ગિલાની નામનો કોઇ કેદી ન હોવાનો જવાબ મળ્યો હતો. 


ઉલ્લેખનિય છે કે, આ કેદી અંગે અમેરિકી મીડિયામાં પણ સમાચાર પ્રકાશિત થયા હતા. પરંતુ એમાં એ કેદીના નામની સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ સંબંધે ભારતીય એજન્સીઓને આશંકા છે કે જે ઘટનાક્રમનો ઉલ્લેખ અમેરિકી મીડિયામાં કરાયો છે એ શું ડેવિડ હેડલી સાથે સંબંધિત છે? જોકે આ અંગે જી ન્યૂઝ દ્વારા એફબીઆઇ અને એમના જનસંચાર અધિકારી સાથે આ અંગે જાણકારી માંગી છે જોકે હજુ સુધી કોઇ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ થઇ શકી નથી.


જાણો દેશના અન્ય મહત્વના સમાચાર