આસામમાં પૂરથી સ્થિતિ ખરાબ, અત્યાર સુધી 110 લોકોના મૃત્યુ, 24 જિલ્લાના લાખો લોકો પ્રભાવિત
આસામમાં વધુ પાંચ લોકોના મોત સાથે જ પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે 110 થઈ ગઈ છે. રવિવારે આવેલા નવા આંકડા મુજબ રાજ્યના 33 જિલ્લાઓમાંથી 24 જિલ્લાના લગભગ 25.29 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
ગુવાહાટી: આસામમાં વધુ પાંચ લોકોના મોત સાથે જ પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે 110 થઈ ગઈ છે. રવિવારે આવેલા નવા આંકડા મુજબ રાજ્યના 33 જિલ્લાઓમાંથી 24 જિલ્લાના લગભગ 25.29 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
પૂરથી સૌથી વધુ 4.53 લાખ લોકો ગોલપાડામાં પ્રભાવિત થયા છે. બારપેટામાં 3.44 લાખ લોકો અને મોરીગાવમાં 3.41 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પીએમ મોદીએ ફોન પર આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે પૂરની સ્થિતિ પર ચર્ચા કરી. તેમણે આસામમાં પૂરના કારણે પેદા થયેલા હાલાતને પહોંચી વળવા માટે રવિવારે રાજ્યને દરેક શક્ય મદદ ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું.
સોનોવાલે ટ્વિટ કરી કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે ફોન પર વાતચીત કરીને આસામમાં પૂર, કોવિડ 19 સંબંધિત સ્થિતિ અને બાગજાન તેલના કૂવામાં આગ અંગેની સ્થિતિની જાણકારી મેળવી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ રાજ્ય પ્રત્યે ચિંતા અને લોકો સાથે એકજૂથતા વ્યક્ત કરી અને દરેક શક્ય મદદ ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું.
મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે સોનાવાલે લોકોની સામે આવી રહેલી સમસ્યાઓને પહોંચી વળવા માટે રાજ્યમાં અત્યાર સુધી ઉઠાવાયેલા પગલાં અંગે પીએમ મોદીને માહિતગાર કર્યાં છે. કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે પીએમ મોદીએ કહ્યું કે 'કેન્દ્ર સરકાર પૂર, કોવિડ-19 તથા બાગજાનની સ્થિતિ પર નજર રાખી રહી છે અને સંકટની આ ઘડીમાં આસામના લોકોની પડખે છે.'
સોનોવાલે મોદીને સૂચિત કર્યું કે રાજ્યના અનેક વિસ્તારો, કૃષિ જમીન અને ઘર બ્રહ્મપુત્રા તથા અન્ય સહાયક નદીઓના રૌદ્ર સ્વરૂપથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. નિવેદનમાં કહેવાયુ છે કે જિલ્લા પ્રશાન પૂર અને ભૂ-ક્ષરણની સમસ્યાઓને પહોંચી વળવા માટે ખડેપગે છે. એમ પણ કહેવાયું છે કે મુખ્યમંત્રી ક્ષતિનું આકલન કરીને તથા બચાવ તથા પુર્નવાસ અભિયાનોને જોવા માટે અનેક સ્થળોનો પ્રવાસ કરી રહ્યું છે.
કોવિડ 19 અંગે સોનોવાલે પ્રધાનમંત્રીને જણાવ્યું કે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધી છે. તેમણે જણાવ્યું કે સ્વાસ્થ્ય વિભાગે તપાસ ક્ષમતા વધારી છે અને આથી હવે વધુ લોકોની તપાસ થઈ રહી છે. નિવેદનમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ ભરોસો વ્યક્ત કર્યો છે કે નજીકના ભવિષ્યમાં જો સંક્રમણના કેસ વધ્યા તો પણ સ્વાસ્થ્ય વિભાગ હાલાતને સંભાળવામાં સક્ષમ છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube