મુંબઈઃ Heavy Rain in Maharashtra:  મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પૂર, ભૂસ્ખલન અને વરસાદ સાથે જોડાયેલી અન્ય ઘટનાઓને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ એક વ્યક્તિના મોત બાદ મૃતકોની સંખ્યા 113 થઈ ગઈ છે, જ્યારે 100 લોકો લાપતા છે. રાજ્ય સરકારે આ જાણકારી આપી છે. સરકારે એક નિવેદનમાં કહ્યું કે, આ ઘટનાઓમાં 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોંકણ ક્ષેત્રના રત્નાગિરી જિલ્પલામાં ભીષણ પૂર ગ્રસ્ત ચિપલૂનનો પ્રવાસ કર્યો. સ્થાનીક લોકોના એક સમૂહે મુખ્યમંત્રીના કાફલાને રોક્યો અને તેમને આ વિસ્તારમાં વરસાદના કહેરથી થનારી સમસ્યાઓ વિશે માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ સ્થાનીકો, વેપારીઓ અને દુકાનદારો સાથે વાતચીત કરી અને ક્ષેત્રમાં સામાન્ય સ્થિતિની બહાલી માટે રાજ્ય સરકાર તરફથી દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે. ઠાકરેએ કહ્યુ કે- દીર્ઘકાલિન રાહત કાર્યો માટે કેન્દ્રીય સહાયતાની પણ જરૂર પડશે. તેમણે કહ્યું કે, તે સોમવારે પશ્ચિમી મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે અને નુકસાનનો એક વ્યાપક ડેટા તૈયાર કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Assam: અસમને પસંદ આવ્યો વિકાસનો માર્ગ, આંદોલન, આતંકવાદ અને શસ્ત્રો છોડીને આગળ વધ્યું રાજ્યઃ અમિત શાહ


કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ મોટા પાયા પર ભૂસ્ખલનનો શિકાર થયેલા રાયગઢના તાલિયા ગામનો ગુરૂવારે પ્રવાસ કરી કહ્યુ હતુ કે પ્રધાનમંત્રીએ તેમને વરસાદથી થયેલા નુકસાન પર એક રિપોર્ટ પ્રસ્તુત કરવાનું કહ્યું છે. રાણેએ કહ્યુ કે સ્થાનીક નિવાસીઓ સાથે ચર્ચા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્ષતિગ્રસ્ત ઘરોનું પુનનિર્માણ કરાવવામાં આવશે. 


મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષ નેતા પ્રવીણ દારેકર રાણેની સાથે હતા. રાજ્ય સરકારે કહ્યુ કે છેલ્લા 24 કલાકમાં પુણેમાં એક વ્યક્તિનું મોત અને એક લાપતા થવાના સમાચાર છે. 


સરકારે કહ્યું કે, અત્યાર સુધી રાયગઢમાં 52, રત્નાગિરીમાં 21, સતારામાં 13, ઠાણેમાં 12, કોલ્હાપુરમાં સાત, મુંબઈમાં 4 અને સિંધુદુર્ગ અને પુણેમાં બે-બે લોકોના મોત થયા છે. કોલ્હાપુર, સાંગલી, સતારા અને પુણેના કુલ 875 ગામ મૂશળધાર વરસાદથી પ્રભાવિત થયા છે, જ્યારે  1,35,313 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. રત્નાગિરીની છ રાહત શિબિરોમાં આશરે 2 હજાર લોકોને રાખવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube