નવી દિલ્હી (હરીશ ઝા): અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) એ એક સી લેવલ પ્રોજેક્શન ટૂલ (Sea Level Projection Tool) બનાવ્યું છે. જેનાથી સમયસર દરિયા કાંઠા પર આવનારી આફતોથી લોકોના જાનમાલની સુરક્ષા થઈ શકે. આ ઓનલાઈન ટૂલ દ્વારા કોઈ પણ ભવિષ્યમાં આવનારી એટલે કે વધતા સમુદ્રી જળ સ્તર(Sea Level)ના હાલ જાણી શકશે. આ ટૂલ દુનિયાના એ તમામ દેશોના સમુદ્રી જળસ્તરને માપી શકે છે જેમની પાસે દરિયાકાંઠો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPCC નો રિપોર્ટ ચિંતાજનક
નાસાએ ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ(IPCC) ના રિપોર્ટનો હવાલો આપતા અનેક શહેરો સમુદ્રમાં ગરકાવ થઈ જવાની ચેતવણી દોહરાવી છે. IPCC નો આ છઠ્ઠો એસેસમેન્ટ રિપોર્ટ 9 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યો. જે  જળવાયુ પ્રણાલી અને જળવાયુ પરિવર્તનની સ્થિતિઓને સારી રીતે પરિભાષિત કરે છે. 


IPCC સન 1988થી વૈશ્વિક સ્તર પર જળવાયુ પરિવર્તનનું આકલન કરે છે. IPCC દર 5થી 7 વર્ષમાં દુનિયાભરમાં પર્યાવરણની સ્થિતિનો રિપોર્ટ આપે છે. આ વખતનો રિપોર્ટ ખુબ ભયાનક છે. 


China કુંવારા છોકરાઓનું Urine કેમ ભેગું કરે છે? ઢગલો મૂત્ર મેળવવા શાળાઓમાં ઠેર ઠેર મૂકાય છે ડોલ


ગરકાવ થશે ભારતના આ 12 શહેર!
રિપોર્ટ મુજબ લગભગ 80 વર્ષ બાદ એટલે કે વર્ષ 2100 સુધીમાં ભારતના 12 દરિયાકાંઠાના શહેરો સમુદ્રી જળસ્તર વધવાના કારણે લગભગ 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જશે. એટલે કે ઓખા, મોરમુગાઓ, કંડલા, ભાવનગર, મુંબઈ, મેંગલોર, ચેન્નાઈ, તૂતીકોરન અને કોચ્ચિ, પારાદીપના કાંઠા વિસ્તાર નાનો થઈ જશે. આવામાં ભવિષ્યમાં કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોએ સુરક્ષિત સ્થળો પર જવું પડશે. પશ્ચિમ બંગાળનો કિડરોપોર વિસ્તાર જ્યાં ગત વર્ષ સુધી સમુદ્રી જળસ્તર વધવાનું કોઈ જોખમ મહેસૂસ નથી થયું ત્યાં પણ વર્ષ 2100 સુધીમાં અડધો ફૂટ પાણી વધી જશે. 


અનેક દેશોનું ક્ષેત્રફળ ઘટી જશે
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે સી લેવલ પ્રોજેક્શન ટૂલ દુનિયાભરના નેતાઓ, વૈજ્ઞાનિકોને એ જણાવવા માટે  પૂરતું છે કે આગામી સદી સુધીમાં આપણા અનેક દેશનું જમીની ક્ષેત્રફળ ઓછું થઈ જશે. કારણ કે સમુદ્રી જળસ્તર એટલું ઝડપથી વધશે કે તેને સંભાળવું મુશ્કેલ બનશે, ઉદાહરણ બધાની સામે જ છે. અનેક દ્વીપ ડૂબી ચૂક્યા છે, અનેક અન્ય દ્વીપોને સમુદ્ર પોતાની લહેરોમાં સમાવી લેશે.


PICS: મોડલે સેક્સ મ્યુઝિયમની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી, ઉપાધિના પોટલા આવી પડ્યા


વૈશ્વિક તાપમાન વધવાથી થશે આ અસર
ભારત સહિત એશિયા મહાદ્વિપ ઉપર પણ તેની ઊંડી અસર જોવા મળી શકે છે. હિમાલયી ક્ષેત્રમાં ગ્લેશિયર લેક્સના વારંવાર ફાટવાથી નીચલા કાંઠા વિસ્તારોમાં પૂર ઉપરાંત અન્ય અનેક ખરાબ અસરોનો સામનો કરવો પડશે. દેશમાં આગામી કેટલાક દાયકામાં વાર્ષિક સરેરાશ વરસાદમાં વધારો થશે. ખાસ કરીને દક્ષિણી પ્રદેશોમાં દર વર્ષે મૂસળધાર વરસાદ પડી શકે છે. 


પર્યાવરણના જાણકારોનો અભિપ્રાય
પર્યાવરણ તજજ્ઞ પંકજ સારને આ રિપોર્ટ પર ટિપ્પણી કરતા કહ્યું કે, 'પહેલા જે ફેરફાર આપણને 100 વર્ષમાં જોવા મળતા હતા તે હવે 10થી 20 વર્ષની વચ્ચે જોવા મળી રહ્યા છે. ભારત સહિત સમગ્ર દુનિયા પર વૈશ્વિક તાપમાન વધવાની ઊંડી અસર પડશે. રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે તેના નુકસાનની કોઈ ભરપાઈ થશે શકશે નહીં.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube