PICS: મોડલે સેક્સ મ્યુઝિયમની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી, ઉપાધિના પોટલા આવી પડ્યા
એક ઈન્સ્ટાગ્રામ મોડલને એમ્સ્ટર્ડમના સેક્સ મ્યુઝિયમમાં લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી ગઈ.
Trending Photos
એક ઈન્સ્ટાગ્રામ મોડલને એમ્સ્ટર્ડમના સેક્સ મ્યુઝિયમમાં લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી ગઈ. હવે આ મોડલે પોતાના દેશ તુર્કીમાં કેસનો સામનો કરવો પડી રહ્યો છે. મોડલ પર તુર્કીના અશ્લીલતા કાયદા હેઠળ કેસ દાખલ થયો છે. 23 વર્ષની ઈન્સ્ટાગ્રામ મોડલે કહ્યું કે એક વર્ષ પહેલા એમ્સ્ટર્ડમના વિશ્વ પ્રસિદ્ધ સેક્સ મ્યુઝિયમમાં લીધેલી તસવીરો પોસ્ટ કર્યા બાદ તેણે તુર્કીમાં અશ્લીલતા કાયદા હેઠળ કેસનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મોડલનું નામ મર્વ તાસ્કિન (Merve Taskin) છે. મોડલનું કહેવું છે કે તે જાન્યુઆરી 2020માં તેના 22 માં જન્મદિવસના અવસરે કેટલાક મિત્રો સાથે સેક્સ મ્યુઝિયમ ગઈ હતી. મોડલે મ્યુઝિયમમાં ચિત્રો અને મૂર્તિઓ સામે કેટલીક તસવીરો લીધી અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના 580,000 થી વધુ ફોલોઅર્સ માટે શેર કરી.
મોડલે બીબીસીને જણાવ્યું કે તેનો હેતુ ફક્ત લોકોને હસાવવાનો હતો. પરંતુ તુર્કીના અધિકારીઓને આ તસવીરો ગમી નહીં અને તેમણે ઘરે પાછી ફર્યા બાદ ધરપકડ કરી લીધી. ઈન્સ્ટાગ્રામ મોડલનું કહેવું છે કે તે હવે તુર્કીના પ્રતિબંધાત્મક અશ્લીલતા કાયદા હેઠળ કેસનો સામનો કરી રહી છે. આ કાયદા હેઠળ ઈન્ટરનેટ પર આપત્તિજનક ગણાતી સામગ્રીને પ્રકાશિત કે પ્રસારિત કરવી અપરાધ છે.
તુર્કીની દંડ સહિતાની કલમ 226 હેઠળ દોષિત ગણાતી કોઈ પણ વ્યક્તિને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. મોડલે નેધરલેન્ડના પારુલ અખબારને જણાવ્યું કે હું એમ્સ્ટર્ડમમાં સેક્સ મ્યુઝિયમમાં શેર કરાયેલી એક તસવીર માટે જેલ જવા નથી માંગતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે