સંભલ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કોરોના વાયરસ (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે અને રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે સંક્રમિત છે અને આઈસોલેશનમાં રહીને બગડેલા હાલાતને સંભાળવવા માટે ઓફિસરોની ટીમ સાથે સતત બેઠકો કરી રહ્યા છે. આ બધા વચ્ચે સંભલ જિલ્લાની એક ફર્ટિલાઈઝર કંપનીમાં 125 કર્મચારી સંક્રમિત થયાના ચોંકાવનારા સમાચાર છે. જેમાંથી બેના મોત થઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 દિવસ પહેલા આવ્યો હતો સંક્રમણનો પહેલો કેસ
સંભલની યારા ફર્ટિલાઈઝર કંપની (Yara Fertilizer Company) માં 10 દિવસ પહેલા એક કર્મચારીની તપાસ કરવામાં આવી હતો તેનામાં કોરોના સંક્રમણ હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ કંપનીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કોરોના તપાસ કરાવવાની શરૂ કરી. 


કેટલાક કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી
તપાસથી જાણવા મળ્યું કે કંપનીમાં મોટા પાયે કોરોના સંક્રમણ ફેલાયું છે અને અત્યાર સુધી આવેલા રિપોર્ટમાં 125 કર્મચારી સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારબાદ એક કર્મચારી પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યો છે. જ્યારે બીજા કર્મચારીના પરિવારમાં એક મહિલાનું મોત થઈ ચૂક્યું છે. યારા ફર્ટિલાઈઝરના કેટલાક કર્મચારીઓના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. 


ઉત્તર પ્રદેશમાં કોરોનાની કથળતી સ્થિતિ
યુપીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 28287 નવા કેસ આવ્યા છે. જ્યારે 167 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 79 હજાર 831 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી કુલ 9997 લોકોના જીવ ગયા છે. યુપીમાં હાલ કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા 208523 છે. 


Corona Update: છેલ્લા 24 કલાકમાં 2.59 લાખથી વધુ કેસ, 1761 લોકોના મોત, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખ પાર 


Coronavirus: રિપોર્ટમાં દાવો, જો એક મહિનાનું દેશવ્યાપી Lockdown લાગ્યું તો આ નુકસાન થશે


કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube