Corona Update: છેલ્લા 24 કલાકમાં 2.59 લાખથી વધુ કેસ, 1761 લોકોના મોત, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખ પાર 

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની નવી લહેર ડરામણી બની રહી છે. રોજે રોજ દૈનિક કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે આજે દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો થયો છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં 2.59 લાખથી વધુ કેસ, 1761 લોકોના મોત, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખ પાર 

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની નવી લહેર ડરામણી બની રહી છે. રોજે રોજ દૈનિક કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે આજે દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2.59 લાખથી વધુ કેસ નોંધાયા છે.

24 કલાકમાં 2.59 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,59,170 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,53,21,089 થયો છે. જેમાંથી 1,31,08,582 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જ્યારે 20,31,977 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 1761 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,80,530 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 12,71,29,113 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,53,21,089
Total recoveries: 1,31,08,582
Death toll: 1,80,530
Active cases: 20,31,977

Total vaccination: 12,71,29,113 pic.twitter.com/3pNdIGZVdy

— ANI (@ANI) April 20, 2021

26,94,14,035 ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 26,94,14,035 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 15,19,486 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

     

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news