દેહરાદૂન: ઉત્તરાખંડ  (Uttarakhand) ના ચમોલી (Chamoli) જિલ્લાની ઋષિગંગા ઘાટીમાં રવિવારે અચાનક આવેલા વિકરાળ પૂલથી બે હાઇડ્રોલિક પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 125થી વધુ મજૂરો ગુમ થઇ ગયા છે. પ્રભાવિત વિસ્તારોનું નિરક્ષણ કરીને પરત ફરેલા મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત (Trivendra Singh Rawat) એ દેહરાદૂનમાં સાંજે પત્રકાર પરિષદ કરતાં અત્યાર સુધી આપદામાં 10 વ્યક્તિની લાશ મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

125 લોકો ગુમ, 16 બાળકોને બચાવાયા
સીએમએ કહ્યું કે સેના, ભારત તિબ્બત સીમા પોલીસ, NDRF, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસ જવાન બચાવ અને રાહત કાર્યમાં લાગી ગયા છે અને તપોવનમાં સ્થિત જે બે સુરંગોમાં મજૂર ફસાયા છે ત્યાં ઝડપી બચાવકાર્ય ચાલી રહ્યું છે. લગભગ 1 કલાક સુધી  ITBP ના જવાનો દોરડા વડે સુરંગની અંદર લગભગ 150 મીટર સુધી પહોંચી શક્યા છે. આ સુરંગ લગભગ 250 મીટર લાંબી છે. અત્યાર સુધી 16 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 

Uttarakhand Glacier Burst મામલે અમિત શાહે પત્રકારોને જણાવી આ વાત


Viral Video: ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા બાદનો દર્દનાક નજારો, જોઈને રૂવાડાં ઉભા થઇ જશે


પાવર પ્રોજેક્ટને થયું ભારે નુકસાન
પુર આવતાં 13.2 મેગાવોટની ઋષિગંગા પ્રોજેક્ટ અને NTPC ની 480 મેગાવોટ તપોવન-વિષ્ણુગાડ પ્રોજેક્ટમાં લગભગ 176 મજૂર કામ કરી રહ્યા હતા. જેની પુષ્ટિ મુખ્યમંત્રી રાવતે પોતે કરી છે. આ ઉપરાંત ઋષિગંગા પ્રોજેક્ટમાં ડ્યૂટી કરી રહેલા બે પોલીસકર્મી પણ ગુમ છે. પૂરથી બે હાઇ હાઇડ્રોઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે. બંને પ્રોજેક્ટના ટોચના અધિકારી નુકસાન આંકલન કરવામાં લાગી ગયા છે.  


ઘણા કલાકો બાદ હવે સ્થિતિ સામાન્ય
પૂર આવ્યા બાદ સમગ્ર ગઢવાલ વિસ્તારમાં સ્થિતિ અલકનંદા અને ગંગા નદીઓની આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે. પરંતુ સાંજ થતાં થતાં પૂરગ્રસ્ત ઋષિગંગા નદીના પાણીમાં ભારે ઘટાડો આવ્યો જેથી એલર્ટવાળી સ્થિતિ સમાપ્ત થઇ ગઇ. પ્રદેશના મહાનિર્દેશક અશોક કુમારે કહ્યું કે હવે ખતરાની સ્થિતિ નથી અને અલકનંદાનીમાં જળસ્તર સામાન્ય છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube