મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. આ કહેર વચ્ચે રાહત અને બચાવ કામગારી તેજીથી ચાલી રહી છે. વરસાદથી પેદા થયેલી વિકટ સ્થિતિ અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 136 લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે પુણે મંડળમાં 84,452 લોકોને શુક્રવારે સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા. મહારાષ્ટ્રના પુણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિના કારણે 84,452 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંગલી-સતારામાં તબાહી
જે લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા તેમાંથી 40 હજારથી વધુ લોકો કોલ્હાપુર જિલ્લાના છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ કોલ્હાપુર શહેર પાસે પંચગંગા નદી વર્ષ 2019માં આવેલા પૂરના સ્તરથી પણ ઉપર વહી રહી છે. પુણે અને કોલ્હાપુરની સાથે જ મંડલમાં સાંગલી અને સતારા જિલ્લા પણ આવે છે. સતારા પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. 


Maharashtra માં ભારે વરસાદથી પૂર જેવા હાલાત, Bhimashankar Jyotirlinga Temple માં પણ પાણી ઘૂસ્યા, જુઓ PHOTOS

ઓપરેશન વર્ષ 21ની શરૂઆત
અધિકારીઓએ કહ્યું કે કોલ્હાપુર પાસે પંચગંગા નદી 2019માં પૂર વખતે જોવા મળી હતી તેના કરતા વધુ જોખમી સ્તરે વહી રહી હતી. NDRF ટીમો, SDRF ની ટીમો, પોલીસ, અને જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સેના અને નેવીની છ ટીમો શનિવારે બચાવ કાર્યમાં સામેલ થાય તેવી આશા છે. પૂરથી 54 ગામ પ્રભાવિત  થયા છે. જ્યારે 821 ગામ આંશિક રીતે પ્રભાવિત થયા છે. 


હાઈવે બંધ
કોલ્હાપુર જિલ્લામાં પૂરના કારણે 10 સ્ટેટ હાઈવે સહિત ઓછામાં ઓછા 39 રસ્તા પર ટ્રાફિક અટકી ગયો છે. NDRF ની 3 ટીમો બચાવ કાર્યમાં લાગી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા  લોકોના પરિજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. 


Maharashtra ના Raigad જિલ્લામાં Rain નો કહેર, હોસ્પિટલમાં દાખલ 11 દર્દીના મોત!


રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીએ જતાવી સંવેદના
સ્થાનિક  પોલીસે શનિવારે જણાવ્યું કે સતત વરસાદ બાદ પુણે જિલ્લાના ભીમાશંકર મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાઈ ગયા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઊભી થયેલી સ્થિતિ પર રાષ્ટ્રપતિ- પ્રધાનમંત્રી સહિત દેશની પ્રમુખ હસ્તીઓએ ચિંતા વ્યક્ત કરતા મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જ્યારે રાહત માટે વળતરની પણ જાહેરાત કરી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube