Maharashtra માં ભારે વરસાદથી પૂર જેવા હાલાત, Bhimashankar Jyotirlinga Temple માં પણ પાણી ઘૂસ્યા, જુઓ PHOTOS

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મૂસળધાર વરસાદથી કોહરામ મચી ગયો છે.

Flood In Maharashtra: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મૂસળધાર વરસાદથી કોહરામ મચી ગયો છે. વરસાદના કારણે લોકોના જનજીવન પર અસર પડી છે. જનજીવન ઠપ થયું છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે અને જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. ટ્રેન સેવા ઉપર પણ અસર પડી છે, મોટી સંખ્યામાં મુસાફરો રસ્તામાં જ ફસાઈ ગયા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. લોકો જરૂરી સામાન ખરીદવા માટે પણ ઘરની બહાર નીકળી શકતા નથી. 

ભીમાશંકર જ્યોતિર્લિંગના ગર્ભગૃહમાં વરસાદના પાણી ઘૂસ્યા

1/5
image

મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે. અહીં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર પરિસરમાં વરસાદના પાણી ઘૂસ્યા છે. મંદિરના ગર્ભગૃહ સહિત મંદિર બહાર પણ જળબંબાકારની સ્થિતિ છે. 

વરસાદના પાણીમાં જળમગ્ન થઈ બસો

2/5
image

મહારાષ્ટ્રના રત્નાગિરિમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો. અહીં રસ્તાઓ પર એટલા પાણી ભરાયા છે કે તેમાં બસો સંપૂર્ણ પણે ડૂબી ગઈ છે. (તસવીર -IANS)

નદીઓમાં પૂરની સ્થિતિ, જોખમના નિશાનથી ઉપર

3/5
image

ભારતીય હવામાન ખાતાએ મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવે. વશિષ્ઠી, કોડાવલી,. જગબુડી બાવ, અને શસ્ત્રી સહિત રત્નાગિરિ જિલ્લાની મોટાભાગની નદીઓ પૂરના કારણે જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે ચિપલૂન, લાંજા, ખેડ, સંગમેશ્વર, અને રાજાપુરમાં પૂરની સ્થિતિ છે. (તસવીર -IANS)

રહેણાંક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

4/5
image

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ નજીકના  બદલાપુર વિસ્તારમાં ગુરુવારે ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારોની પાસે વરસાદના પાણી ભરાયેલા જોવા મળ્યા. (તસવીર- PTI)

સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા

5/5
image

મુંબઈમાં ભારે વરસાદના કારણે સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠી, અને કિનારા સાથે અથડાતી જોવા મળી. આ દરમિયાન સમુદ્ર કિનારે ચાલી રહેલા નિર્માણ કાર્યમાં પણ વિક્ષેપ પડ્યો. (તસવીર-ANI)