પટણા: નેપાળથી આવતી નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર જોવા મળી રહ્યાં છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. અસમના મોટા  ભાગના જિલ્લા બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓના કારણે પુરગ્રસ્ત છે. બિહારમાં અરરિયા, મધુબની, સમસ્તીપુર સહિત 11 જિલ્લાઓમાં પુરના પાણી પ્રસરી રહ્યાં છે. કમળા નદી સહિત અનેક નદીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પુરથી અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. બિહારમાં કૌસી બેરાજના તમામ 56 ગેટ ખોલ્યા બાદ રાજ્યમાં પુરની સ્થિતિ રવિવારે વધુ ગંભીર બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લી ઘડીએ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2નું લોન્ચિંગ અટકાવાયું, જાણો શું કહ્યું ISROએ?


અરરિયા જિલ્લામાં પુરથી અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. ડીએમ બૈદ્યનાથ યાદવે આ અંગે જાણકારી આપી. પ્રશાસને તમામ મૃતકોના પરિજનોને ચાર લાખ સહાય આપવાની જાહેરાત કરી છે. સીતામઢીમાં 2 અને કિશનગંજ-શિવહરમાં એક એક વ્યક્તિના મોત થયા છે. ચાર લોકો હજુ લાપત્તા કહેવાય છે. પુરના વધતા ખતરાનું સીએમ નીતિશકુમારે રવિવારે હવાઈ સર્વેક્ષણ કર્યું. 


સીએમ નીતિશકુમારે રવિવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. તેમણે હેલિકોપ્ટરથી પૂર પ્રભાતવિ વિસ્તારોનો સર્વે કર્યો. આ સાથે જ તેમણે સર્વે બાદ વિસ્તારોમાં પૂર બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...