નવી દિલ્હીઃ IAS Officer Became CEO: આજે અમે તમને એવા IAS ઓફિસર વિશે જણાવીશું જે લગભગ 14 વર્ષ IASની પોસ્ટ પર કામ કર્યા પછી નોકરી છોડીને પ્રાઈવેટ સેક્ટર તરફ વળ્યા હતા. જો કે અહીં તેમણે અપાર સફળતા હાંસલ કરી. તેઓ ઘણી મોટી કંપનીમાં સીઈઓ રહી ચૂક્યા છે અને તે કંપનીઓને નવી ઊંચાઈ પર લઈ જવામાં તેમનો સિંહફાળો પણ રહેલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે IAS ઓફિસર:
અમે વાત કરી રહ્યા છીએ પૂર્વ IAS ઓફિસર રોહિત મોદીની. રોહિત મોદી એવા ભૂતપૂર્વ અમલદારોમાંથી એક છે જેમણે ખાનગી ક્ષેત્રમાં પણ પોતાનું આગવું નામ બનાવ્યું છે. IAS અધિકારીમાંથી CEO બનેલા રોહિત મોદીએ L&T IDPL, સુઝલોન એનર્જી, ગેમન ઈન્ડિયા અને એસ્સેલ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ જેવા અનેક મોટા પ્રોજેક્ટ્સ અને કંપનીઓના CEO પદને સંભાળ્યું છે.


આ પણ વાંચોઃ અંદરથી આવું દેખાય છે નીતા-મુકેશ અંબાણીનું NAMCC, આ Photos માં ભવ્યતા જોઈ લેજો


કેન્દ્ર-રાજ્ય સરકારમાં કામ કર્યુ:
દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા પહેલા રોહિત મોદીએ રાજસ્થાનના જયપુરમાં સેન્ટ ઝેવિયર્સ ખાતે તેમનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ 1985માં ભારતીય વહીવટી સેવા અધિકારી (IAS અધિકારી) તરીકે નોકરશાહી સેવામાં જોડાયા અને 14 વર્ષ સુધી કેન્દ્ર સરકાર અને મણિપુર સરકાર હેઠળ વિવિધ હોદ્દા પર કામ કર્યું.


IMF-IFC માટે નોડલ ઓફિસરની ભૂમિકા ભજવી:
આ દરમિયાન તેમણે શહેરી વિકાસ, કાપડ, ઉદ્યોગ અને નાણાં, કોલસો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાતર જેવા ઉદ્યોગોમાં વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા સંચાલિત પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ સાથે કામ કરતી વખતે તેમને IMF અને IFC માટે નોડલ ઓફિસર પણ બનાવવામાં આવ્યા હતા.


આ પણ વાંચોઃ પતિ સૂતો હતો તો પત્ની ઘરે પ્રેમી સાથે મનાવવા લાગી રંગરેલિયાં, પછી જે થયું...


ખાનગી વ્યવસાયમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી:
તેમણે 1999માં ખાનગી ક્ષેત્રમાં નેતૃત્વ કારકિર્દી શરૂ કરવા માટે પ્રતિષ્ઠિત IAS અધિકારી તરીકે છોડી દીધું. લગભગ 20 વર્ષની સફરમાં, રોહિત મોદીએ મહિન્દ્રા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, સુઝલોન એનર્જી, ગેમન ઈન્ડિયા, L&T IDPL, તમિલનાડુ રોડ ડેવલપમેન્ટ કંપની (TNRDC) અને રાજસ્થાનની રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની (RIDCOR) જેવી કંપનીઓ માટે CEO, MD પદ સંભાળ્યા છે. તેઓ તાજેતરમાં માર્ચ 2019 સુધી એસ્સેલ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ યુટિલિટીઝના સીઈઓ પણ હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube