અસમ: અસમ (Assam) માં તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરનાર લોકોની પોલીસે ધરપકડ (Arrested) કરી લીધી છે. પોલીસે (Police) શનિવારે કહ્યું કે અફઘાનિસ્તાન (Afghanistan) ના તાલિબાનના અધિગ્રહણનું સમર્થન કરનાર કથિત સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ માટે સમગ્ર અસમ (Assam) માંથી 14 લોકોની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ શુક્રવારે રાત્રે કરવામાં આવી હતી અને તેના પર ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ, આઇટી અધિનિયમ અને સીઆરપીસીની વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

China નો મોટો નિર્ણય: દેશના તમામા બિઝનેસમેન અને અમીરોની સંપત્તિ જપ્ત કરી ગરીબોમાં વહેંચી દેવાશે


અધિકારીએ જણાવ્યું હતું કે ''અમે ભડકાઉ પોસ્ટ માટે એલર્ટ પર હતા અને સોશિયલ મીડિયા (Social Media) પર નજર રાખી રહ્યા હતા. પોલીસે (Police) જણાવ્યું કે કામરૂપ મેટ્રોપોલિટન, બારપેટા, ધુબરી અને કરીમગંજ જિલ્લામાંથી બે-બે અલગ લોકોની ધરપકડ (Arrested) કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દરાંગ, કછાર, હૈલાકાંડી, દક્ષિણ સલમારા, ગોલપારા અને હોજઇ જિલ્લામાંથી એક-એક વ્યક્તિને ધરપકડ (Arrested) કરવામાં આવી છે. 

ZyCov-D: બીજા કરતાં કેવી રીતે અલગ છે આ રસી, જાણો A To Z માહિતી


ડીઆઇજી (બીટીએડી) વાયલેટ બરૂઆએ કહ્યું કે અસમ પોલીસ સોશિયલ મીડિયા (Social Media) પર તાલિબાન (Taliban) સમર્થક ટિપ્પણીઓ વિરૂદ્ધ આકરી કાનૂની કાર્યવાહી કરી રહી છે. જે રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક છે. તેમણે કહ્યું કે અમે એવા લોકો વિરૂદ્ધ અપરાધિક કેસ દાખલ કરી રહ્યા છે. 


તેમણે ટ્વીટ કરી કહ્યું 'અમે એવા લોકો વિરૂદ્ધ આપરાધિક કેસ દાખલ કરી રહ્યા છે. જો તમારા સંજ્ઞાનમાં આવી કોઇ વાત આવે છે કે કૃપિયા પોલીસને જાણ કરો.' 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube