ZyCov-D: બીજા કરતાં કેવી રીતે અલગ છે આ રસી, જાણો A To Z માહિતી
તમને જણાવી દઈએ કે ઝાયકોવ-D (ZyCov-D) એક નિડલ ફ્રી વેક્સીન છે. તેને જેટ ઈન્જેક્ટરની મદદથી લગાવવામાં આવશે. અમેરિકા (America) માં સૌથી વધારે જેટ ઈન્જેક્ટરનો ઉપયોગ થાય છે.
Trending Photos
અમદાવાદ: કોરોના મહામારી (Covid-19 Pandemic) વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સીનેશનમાં હવે વધુ એક વેક્સીનનું નામ ઉમેરાઇ ગયું છે. ફાર્મ ઝાયડસ કેડિલા (Zydus Cadila) ની 3 ડોઝવાળી કોરોના વેક્સીન (Vaccine) ને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ વેક્સીનનું નામ ZyCov-D છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સીનને ઇમરજન્સી યૂઝની મંજૂરી આપી છે.
ત્યારે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ વેક્સીન અન્ય વેક્સીન (Vaccine) ની જેમ જ લગાવવામાં આવશે કે પછી બીજી કોઈ રીતે? તો તે તમને જણાવી દઈએ કે ઝાયકોવ-D (ZyCov-D) એક નિડલ ફ્રી વેક્સીન છે. તેને જેટ ઈન્જેક્ટરની મદદથી લગાવવામાં આવશે. અમેરિકા (America) માં સૌથી વધારે જેટ ઈન્જેક્ટરનો ઉપયોગ થાય છે.
સૌ પ્રથમ જેટ ઈન્જેક્ટરને તૈયાર કરો.
ત્યારબાદ સિરિન્જ ભરો.
ઈન્જેક્ટરને લોડ કરો.
અને
ઈન્જેક્ટરને 90 ડિગ્રી પર રાખીને લગાવો.
આ રીતે વેક્સીન (Vaccine) તમારા શરીરમાં દાખલ થઈ જાય છે. જોકે જેટ ઈન્જેક્ટરની મદદથી વેક્સીન (Vaccine) લગાવવાથી પીડા ઓછી થાય છે. સામાન્ય ઈન્જેક્શનની જેમ તે તમારા મસલ્સની અંદર જતું નથી. બીજો ફાયદો એ છે કે તેનાથી ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ ઓછું હોય છે.
આ વેક્સીન (Vaccine) નો ટેસ્ટ વયસ્ક સિવાય 12થી 18 વર્ષના બાળકો પર પણ કરવામાં આવી રહ્યો છે. જે લોકો પહેલાંથી ગંભીર બીમારીના શિકાર છે. તેમને પણ આ વેક્સીનના ટેસ્ટિંગમાં સામેલ કરવામાં આવ્યા છે.
હવે તમારા મનમાં એમ થતું હશે કે આ વેક્સીન કઈ રીતે કામ કરે છે? તો તે પણ જાણી લઈએ...
ઝાયકોવ-D એક DNA પ્લાઝિમ્ડ વેક્સીન છે.
આ વેક્સીન શરીરની ઈમ્યૂનિટીને વધારવા માટે જેનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે.
પ્લાઝિમ્ડ માનવ કોશિકાઓમાં રહેલા એક નાના DNA મોલેક્યૂઅલ હોય છે.
આ DNA સામાન્ય ક્રોમોસોમ DNAથી અલગ હોય છે.
પ્લાઝિમ્ડ-DNA સામાન્ય રીતે બેક્ટેરિયા સેલમાં હોય છે અને સ્વતંત્ર રીતે રેપ્લિકેટ થઈ શકે છે.
તે માનવ શરીરમાં જવાથી વાયરલ પ્રોટીનમાં બદલાઈ જાય છે.
જેના કારણે શરીરમાં વાયરસ પ્રત્યે મજબૂત ઈમ્યૂન રિસ્પોન્સ વિકસિત થાય છે.
આ વેક્સીન કોરોના વાયરસને આગળ વધતો રોકે છે.
જો વાયરસમાં મ્યૂટેશન આવે તો પણ આ વેક્સીનને થોડાં જ અઠવાડિયામાં બદલી શકાય છે.
બીજી વેક્સીન (Vaccine) ની સરખામણીમાં તેની જાળવણી વધારે સરળ છે. કેમ કે તેને 2થી 8 ડિગ્રી તાપમાન પર સ્ટોર કરી શકાય છે. એટલે કે 25 ડિગ્રીના રૂમ ટેમ્પરેચર પર તે ખરાબ થતી નથી. આ કારણથી તેની જાળવણી માટે કોલ્ડ ચેઈનની કોઈ જ આવશ્યકતા રહેતી નથી. હવે તમારા મનમાં સવાલ થશે કે ઝાયકોવ-Dનો એક ડોઝ લીધા પછી બીજો ડોઝ ક્યારે લેવાનો રહેશે. તો તે પણ સમજી લઈએ.
ઝાયકોવ-Dનો બીજો ડોઝ પ્રથમ ડોઝના 28 દિવસ પછી લગાવાશે.
જ્યારે ત્રીજો ડોઝ અગાઉના ડોઝના 56 દિવસ પછી લગાવાશે.
એટલે ક દરેક ડોઝમાં 4-4 અઠવાડિયાનો સમય રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે