દરરોજ જાનવરો જેવો વ્યવહાર કરતા લોકો, કોઈને પીડાથી નહીં પરંતુ શરીરથી હતો મતલબ
છોકરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, કેવી રીતે યુવતી તે સ્પા સેન્ટરમાં રિસેપ્શનિસ્ટની નોકરી અપાવવાની લાલચ આપી ત્યાં લાવવામાં આવી અને પછી યોજનાબદ્ધ રીતે દરરોજ તેનો ગેંગરેપ કરવામાં આવી રહ્યો હતો
નવી દિલ્હી: દેશના મોટાભાગની જગ્યાઓમાં સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. પોલીસ અનેકવખત આવા સ્પા સેન્ટર પર દરોડા પણ પાડે છે પરંતુ તેમ છતાં મોટાભાગની જગ્યાઓ પર સ્પા સેન્ટર દેહ વ્યાપારનો અડ્ડો બની ગયા છે.
દિલ્હીથી નજીક હરિયાણાના ગુરુગ્રામમાં પણ પોલીસે ઘણી વખત સ્પા સેન્ટર્સ પર દરોડા પાડ્યા છે પરંતુ આ પહેલી વખત નથી કે, જ્યારે સ્પા સેન્ટરમાં કામ કરતી એક યુવતીએ પોતાની દર્દભરી કહાની સંભળાવી હોય અને દેહ વ્યાપારથી પોતાને બચાવવા માટે પોલીસને રજૂઆત ના કરી હોય. યુવતીએ પોલીસને કહ્યું કે, મારી સાથે સ્પા સેન્ટરમાં રેપ નહીં પરંતુ દરરોજ ગેંગરેપ થયો છે. આ આરોપ એક 14 વર્ષની સગીર છોકરીએ સ્પા સંચાલક પર લગાવ્યો છે. યુવતીએ આ મામલે કેટલાક આરોપીઓ સામે કેસ પણ નોંધાવ્યો છે.
આ પણ વાંચો:- નદીના પુલ પરથી નીચે ખાબકી બસ, 7 લોકોના મોત; વધી શકે છે મોતનો આંકડો
છોકરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, કેવી રીતે યુવતી તે સ્પા સેન્ટરમાં રિસેપ્શનિસ્ટની નોકરી અપાવવાની લાલચ આપી ત્યાં લાવવામાં આવી અને પછી યોજનાબદ્ધ રીતે દરરોજ તેનો ગેંગરેપ કરવામાં આવી રહ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે દરરોજ 10 થી 15 લોકો તેના શરીર સાથે જાનવરો જેવો વ્યવહાર કરતા હતા અને કચડી નાખતા. પીડિત છોકરીએ જણાવ્યું કે, તે સ્પામાં આવનારા તમામ શખ્સ પાસે આ નરકમાંથી બહાર કાઢવા માટે મદદ માંગતી હતી પરંતુ કોઈને પણ તેની પીડાથી નહીં પરંતુ શરીરથી મતલબ હતો.
આ પણ વાંચો:- લોકો માટે મોટી ખુશખબરી, સરકારે ઘટાડ્યો તેલ પર ટેક્સ; ભાવમાં ઘટાડો
પીડિત છોકરીએ જણાવ્યું કે તે શરૂઆતમાં તેનો વિરોધ કરી શકી ન હતી કેમ કે સ્પા સંચાલક અને ત્યાં કામ કરતા યુવકો પાસે તેના અશ્લીલ વીડિયો હતા. છોકરીએ કહ્યું કે, અશ્લીલ વીડિયો દ્વારા બ્લેકમેલ કરતા હતા. પીડિત સગીરાએ આરોપ લગાવ્યો છે ત્રણ દિવસ સુધી તેની ફરિયાદ પણ નોંધવામાં આવી નહીં. સગીરના જણાવ્યા અનુસાર એક મહિલા પોલીસકર્મીએ તેને કહ્યું કે તું તકલીફ લે છે, આવા ચક્કરમાં કેમ પડે છે. યુવતીએ હવે ન્યાય માટે અરજી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube