Hazaribagh: નદીના પુલ પરથી નીચે ખાબકી બસ, 7 લોકોના મોત; વધી શકે છે મોતનો આંકડો

Bus Accident: હઝારીબાગ બસ અકસ્માત પર CM હેમંત સોરેને દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, તાતીઝારીયામાં પુલ પરથી બસ નીચે ખાબકતા મુસાફરોની જાનહાનિથી મન વ્યથિત છે.

Hazaribagh: નદીના પુલ પરથી નીચે ખાબકી બસ, 7 લોકોના મોત; વધી શકે છે મોતનો આંકડો

Hazaribagh Bus Accident: ઝારખંડના હઝારીબાદના તાતીઝારીયા વિસ્તારના સિવાને નદી પુલ પાસે ભીષણ બસ અકસ્માત થયો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં કુલ 60 લોકો સવાર હતા. બસ ગિરિડીહથી રાંચી જઈ રહી હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

સીએમ સોરેને વ્યક્ત કર્યું દુ:ખ
આ દુર્ઘટના પર CM હેમંત સોરેને દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, તાતીઝારીયામાં પુલ પરથી બસ નીચે ખાબકતા મુસાફરોની જાનહાનિથી મન વ્યથિત છે. પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકમય પરિવારોને દુ:ખના સમયમાંથી પસાર થવાની શક્તિ આપે. જિલ્લા તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઇજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું.

વધી શકે છે મોતનો આંકડો
અત્યાર સુધી અપડેટ અનુસાર હઝારીબાગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે આ સાથે 4 ડર્ઝનથી વધુ લોકો ઘાયલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. જેમને રિમ્સ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. મોતનો આંકડો હજી વધી શકે છે કેમ કે, હજુ અન્ય ઘાયલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news