નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે શુક્રવારે કહ્યું કે, મોનસુન નિશ્ચિત સમયથી 17 દિવસ પહેલા જ સમગ્ર દેશમાં આવી ચુક્યું છે. ચોમાસુ પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ દેશની અંતિમ સીમા ચોકી શ્રીગંગાનગર પહોંચી ચુક્યા છે. શ્રીગંગાનગરમાં મોનસુન સામાન્ય રીતે 15 જુલાઇએ પહોંચતુ હોય છે. અતિરિક્ત મહાનિર્દેશક મહાપાત્રાએ કહ્યું કે, મોનસુન સમગ્ર દેશમાં પહોંચી ચુક્યું છે. તેમણે જમાવ્યું કે, ચોમાસાને એક જુલાઇએ સમગ્ર દેશમાં પહોંચવાનું હતું પરંતુ પશ્ચિમી રાજસ્થાનમાં વરસાદ થવા લાગ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાપાત્રાએ જણાવ્યું કે, આ વર્ષે પુર્વની તરફ ચાલતી હવાઓનાં કારણે સારા વરસાદનાં કારણે ત્યાંથી ચાલતી હવાઓ નિશ્ચિત સમય પહેલા સમગ્ર દેશમાં વરસાદ લઇને આવી. ચોમાસાનાં ચાર મહિનાની સિઝન સામાન્ય રીતે 1 જુનથી જ ચાલુ થતી હોય છે અને 30 સપ્ટેમ્બરે પુરી થતી હોય છે. આ વર્ષે ચોમાસું એક જુનનાં નિશ્ચિત સમયના ત્રણ દિવસ પહેલા જ 29 મેનાં રોજ કેરળ પહોંચી ગયો. તેનાં કારણે જુનનાં પહેલા 15 દિવસમાં પશ્ચિમી કિનારા પર વરસાદ થયો. હાલ સંક્ષીપ્ત અંતરાલ બાદ વધવાનું ચાલુ કર્યું. દેશમાં દક્ષિણ પશ્ચિમ મોનસુન થકી 70 ટકા વરસાદ થાય છે. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તરભારતમાં પણ મોનસુને દસ્તક દીધી છે.ગત્ત બે-ત્રણ દિવસથી દિલ્હી - એનસીઆરમાં પણ વરસાદથી હવામાન ખુબ જ આહ્લાદક થઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. જેનાં કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.