Lockdownથી બંધક દેશને આશા, 18 રાજ્યોમાં ઘટ્યું કોરોના સંક્રમણનું ડબલિંગ રેટ
લોકડાઉન (Lockdown)થી દેશને આશા બંધાઇ છે. 18 રાજ્યોમાં કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ ઘટી ગયો છે. 3.4 ના બદલે હવે 7.5 દિવસમાં બમણો થઇ રહ્યો છે. એટલું જ નહી, 23 રાજ્યોના 59 જિલ્લામાં 2 અઠવાડિયાથી નવા કેસ નથી.
નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)થી દેશને આશા બંધાઇ છે. 18 રાજ્યોમાં કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ ઘટી ગયો છે. 3.4 ના બદલે હવે 7.5 દિવસમાં બમણો થઇ રહ્યો છે. એટલું જ નહી, 23 રાજ્યોના 59 જિલ્લામાં 2 અઠવાડિયાથી નવા કેસ નથી. દેશમાં કોરોના વાયરસ (coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 17265 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં 1553 નવા કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં 36 લોકોના મોત આ મહામારીના લીધે થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)ના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.
લવ અગ્રવાલે જણાવ્યું હતું કે 4 રાજ્યો માટે કેન્દ્ર તરફથી 6 ટીમોની રચના કરવામાં આવી છે જે ઓન ધ સ્પોટ જઇને નિરીક્ષણ કરી રહી છે. સરકારી ઓફિસોમાં કામકાજને લઇને કેટલાક દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે, તેનું પાલન થવું જરૂરી છે. ગોવામાં હવે કોઇ એક્ટિવ કેસ નથી. માહે (પોડેંચેરી), કોડાગૂ (કર્ણાટક) અને પૌડી ગઢવાલ (ઉત્તરાખંડ)એ ગત 28 દિવસ દરમિયાન કોઇ પણ તાજા કેસ નોંધાયા નથી.''
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ''લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં સખત કાર્યવાહી થઇ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લોકડાઉનને લઇને જાહેર દિશા-નિર્દેશોનું રાજ્ય સરકારો ડાઇલ્યૂટ ન કરી શકે એટલે કે તે નિર્દેશોને નબળા ન કરી શકે.
સલિલાએ કહ્યું કે કાલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેને લઇને એક પત્ર પણ લખ્યો છે. કેરલ સરકારે દિશાનિર્દેશોને લઇને પણ ગૃહ મંત્રાલયને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેનાથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર સંકટ પેદા થઇ શકે છે. કેરલ સહિત તમામ રાજ્યોને અનુરોધ કર્યો છે કે લોકડાઉનનું ગંભીરતાપૂર્વક પાલન કરાવવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર