નેહા કક્કર, ટાઈગર શ્રોફ સહિત 17 બોલિવૂડના સ્ટાર્સ EDની રડારમાં, કરોડોની ધાંધલીનો છે કેસ
દુબઈથી ઓનલાઈન સટ્ટાબાજીની એપ ચલાવતા સૌરભ ચંદ્રાકર અને તેના બિઝનેસ પાર્ટનર રવિ ઉપ્પલ સામે રૂ. 5,000 કરોડના મની લોન્ડરિંગના આરોપોની EDતપાસ કરી રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વોન્ટેડ છે.
નવી દિલ્હીઃ Mahadev Online Betting Case: ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રકરે આ વર્ષે ફેબ્રુઆરીમાં દુબઈમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં હાજરી આપનાર 17 હસ્તીઓની ED દ્વારા તપાસ કરવામાં આવી છે. ED અનુસાર સૌરભે તેના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ રકમનો મોટો હિસ્સો દુબઈ લગ્નમાં હાજરી આપનાર બોલિવૂડ સેલિબ્રિટીઓને આપવામાં આવ્યો હતો. હવે તેને ED પૂછપરછ માટે બોલાવી શકે છે, ટાઈગર શ્રોફ, સની લિયોન, સિંગર નેહા કક્કર સહિત ઘણા લોકપ્રિય લોકોના નામ યાદીમાં સામેલ છે.
ED દુબઈથી ઓનલાઈન સટ્ટાબાજીની એપ ચલાવતા સૌરભ ચંદ્રાકર અને તેના બિઝનેસ પાર્ટનર રવિ ઉપ્પલ સામે રૂ. 5,000 કરોડના મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી છે. આ બંને છત્તીસગઢના રહેવાસી છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રકરે 18 સપ્ટેમ્બર 2022ના રોજ દુબઈમાં બીજી પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટી માટે 7 સ્ટાર હોટેલ બુક કરવામાં આવી હતી, જ્યાં બોલિવૂડ સ્ટાર્સને હાજરી આપવા માટે 40 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ પિતાને વેચવી પડી ઘરની બધી જ સંપત્તિ, ચલાવવી પડી રિક્ષા, જેથી પુત્ર બની શકે IAS
ફેબ્રુઆરીમાં લગ્ન માટે પરિવારના સભ્યોને નાગપુરથી દુબઈ લઈ જવા માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યા હતા. બોલિવૂડ સેલિબ્રિટીઝ, વેડિંગ પ્લાનર્સ, ડાન્સર્સ, ડેકોરેટર્સ બધા મુંબઈથી દુબઈ જવા રવાના થયા હતા. બોલિવૂડ સેલિબ્રિટીની યાદીમાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, એલી અવરામ, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કૃતિ ખરબંદા, નુસરત ભરૂચા, ક્રિષ્ના અભિષેકનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની તપાસ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઈ હતી. બોલીવુડ કનેક્શન હાલમાં જ પ્રકાશમાં આવ્યું છે.
મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ્લીકેશન એ એક ગેમ એપ છે જેના પર છેલ્લા વર્ષમાં લગભગ 10 લાખ વ્યક્તિઓએ દાવ લગાવ્યો છે. આ એપ લગભગ 30 કેન્દ્રોથી ઓપરેટ થઈ રહી છે. પરંતુ પ્રમોટર્સ હવે દુબઈમાં છે જ્યાં સટ્ટાબાજીને કાયદેસરની માન્યતા છે. મહાદેવ ઓનલાઈન બુક એપનો પ્રચાર કરતા યુટ્યુબ વીડિયોમાં બોલિવૂડની કેટલીક હસ્તીઓ જોવા મળી હતી. ED એ એપની જાહેરાતોમાં દર્શાવવામાં આવેલી બોલિવૂડ હસ્તીઓના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા નથી.
આ પણ વાંચોઃ 'તારામાં બુદ્ધિ નથી, તુ પાગલ છે' પત્નીને આવું બોલતા હોવ તો સાવધાન!
શુક્રવારે, EDએ આ કેસના સંબંધમાં ભોપાલ, મુંબઈ અને કોલકાતામાંથી 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. સટ્ટાબાજી પ્રતિબંધિત હોવાથી, સટ્ટાબાજીની સાઇટ્સની મોડસ ઓપરેન્ડી ભારતમાં જુદા જુદા નામોથી ચલાવવાની હતી. માનવામાં આવે છે કે સૌરભ ચંદ્રાકરની ઉંમર 20ની આસપાસ હશે. તે છત્તીસગઢના ભિલાઈમાં જ્યુસ વેચતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube