સાંસદો 5 સ્ટાર હોટલોમાં નહીં રોકાય, 350 સાંસદોના રહેવા માટે કરાઈ બીજી વ્યવસ્થા
સરકારે 350 સાંસદોના જ્યાં સુધી રહેવાની વ્યવસ્થા ન થાય અને તેમને સરકારી આવાસ ન મળે ત્યાં સુધી રહેવા માટે અસ્થાયી રીતે રહેવાની વ્યવસ્થા કરી છે. સૂત્રોએ આ જાણકારી શુક્રવારે આપી. નિયમો મુજબ લોકસભા ભંગ થાય તેના એક મહિનાની અંદર પૂર્વ સાંસદોએ પોતાને ફાળવેલા મકાનો ખાલી કરી નાખવાના હોય છે.
નવી દિલ્હી: સરકારે 350 સાંસદોના જ્યાં સુધી રહેવાની વ્યવસ્થા ન થાય અને તેમને સરકારી આવાસ ન મળે ત્યાં સુધી રહેવા માટે અસ્થાયી રીતે રહેવાની વ્યવસ્થા કરી છે. સૂત્રોએ આ જાણકારી શુક્રવારે આપી. નિયમો મુજબ લોકસભા ભંગ થાય તેના એક મહિનાની અંદર પૂર્વ સાંસદોએ પોતાને ફાળવેલા મકાનો ખાલી કરી નાખવાના હોય છે.
કેબિનેટ બેઠકમાં મોદી સરકારના 3 મોટા ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત 25મી મેના રોજ 16મી લોકસભાને તત્કાળ પ્રભાવથી ભંગ કરી નાખી હતી. એનડીએ સરકારના બીજા કાર્યકાળ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રી મંડળના અન્ય સભ્યોએ ગુરુવારે શપથ ગ્રહણ કરી. એક સૂત્રએ જણાવ્યું કે "સરકારે લગભગ 350 સાંસદોને રહેવા માટે અસ્થાયી રીતે વ્યવસ્થા કરી છે. જ્યાં સુધી તેમને સરકારી મકાનની ફાળવણી ન થાય ત્યાં સુધી તેઓ ત્યાં રહેશે."
2014માં સરકારની થઈ હતી ટીકા
સૂત્રએ જણાવ્યું કે જ્યાં સુધી નવા ચૂંટાઈ આવેલા સાંસદોને મકાનની ફાળવણી ન થાય ત્યાં સુધી તેઓ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાશે નહીં. વર્ષ 2014માં સરકારે શહેરની આલીશાન હોટલોમાં અસ્થાયી રીતે સાંસદોના રહેવાની કરેલી વ્યવસ્થાને લઈને આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
જુઓ LIVE TV