બેંગલુરુ: દિલ્હીથી એક વિશેષ ટ્રેનથી ગુરુવારે સવારે બેંગલુરુ પહોંચનારા મુસાફરોમાંથી 19 મુસાફરોને કર્ણાટક સરકારે પાછા દિલ્હી મોકલી દીધા. કર્ણાટક સરકારનું કહેવું છે કે આ લોકોએ ક્વોરન્ટાઈનમાં જવાની ના પાડી દીધી અને ત્યારબાદ તેમને પાછા મોકલી દેવાયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે તેમાંથી 12 જણાએ સિકંદરાબાદ, બે ગુંટાકલ, ચાર અનંતપુર અને એક જણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઉતરવાનો નિર્ણય લીધો છે. 


બેંગલુરુ મહાનગર પાલિકાના અધિકારીઓના હવાલે રેલવેએ જણાવ્યું કે દિલ્હીથી ગુરુવારે 543 મુસાફરો અહીં પહોંચ્યા હતાં. મર્યાદિત સંખ્યામાં ટ્રેનોનું પરિચાલન શરૂ થયા બાદ કર્ણાટક પહોંચનારી આ પહેલી ટ્રેન હતી. સરકારના નિર્ણય મુજબ કોરોના વાયરસના ફેલાતો અટકાવવાના ઉપાય હેઠળ ટ્રેનથી આવેલા લોકોને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન સેન્ટર મોકલવામાં આવશે. 


રેલવેએ કહ્યું કે લગભગ 140 મુસાફરો ક્વોરન્ટાઈનમાં જવા માટે રાજી થયા નહીં. તેમણે તેને લઈને વિરોધ કર્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ મુસાફરો ક્વોરન્ટાઈન સેન્ટરમાં જવાની ના પાડતા જોઈ શકાય છે. મુસાફરો ટોળામાં ઊભા છે, તાલીઓ વગાડી રહ્યાં છે અને નારેબાજી કરી રહ્યાં છે 'ક્વોરન્ટાઈન'માં નહીં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


.