24 કલાકમાં બીજીવાર ધ્રૂજી ધરા, દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના આંચકા
24 કલાકમાં બીજીવાર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ આધારે તેની તીવ્રતા 2.7 આંકવામાં આવી છે. આ પહેલાં 12 એપ્રિલના રોજ (રવિવારે) સાંજે 5:45 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હ્તા.
નવી દિલ્હી: 24 કલાકમાં બીજીવાર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ આધારે તેની તીવ્રતા 2.7 આંકવામાં આવી છે. આ પહેલાં 12 એપ્રિલના રોજ (રવિવારે) સાંજે 5:45 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હ્તા. આ આંચકા એટલા તેજ હતા કે તેને સ્પષ્ટપણે ઘરોમાં અનુભવાયા હતા. ઘણા ઘરમાં પંખા હલવા લાગ્યા હતા. રિકટર સ્કેલ પર આટલી તીવ્રતા 3.5 આંકવામાં આવી હતી. નોઇડા, દિલ્હી, ગાજિયાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાયા હતા. ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં પણ તેને અનુભવાયા હતા.
ગઇકાલે ભૂકંપનું કેન્દ્ર દિલ્હી હતું. તેનું કેન્દ્ર જમીનથી આઠ કિમી નીચે હતું. તેના લીધે લોકો લોકડાઉન હોવાછતાં ઘરોમાંથી બહાર નિકળી ગયા હતા. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોના શું ઓછો હતો કે ભૂકંપ પણ આવ્યો.. શું મનમાં છે દેવા?
આ પહેલાં ગત વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ સાંજે લગભગ સાડા ચાર વાગે આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપનું કેન્દ્ર ભારત પાકિસ્તાની સીમાને બતાવવામાં આવ્યું હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્ક્લે પ્રમાણે 6.3 માપવામાં આવી. તેનું કેંદ્ર લાહોરથી અડીને આવેલા 173 કિલોમીટર દૂર બતાવવામાં આવ્યું હતું અને ભારતમાં તેની સૌથી વધુ અસર જમ્મૂ કાશ્મીરમાં જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર