કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરી હત્યાકાંડમાં મહિલા સહિત 2ની ધરપકડ, મુખ્ય આરોપીની શોધ ચાલુ
હરિયાણાના ફરીદાબાદમાં 27 જૂનના રોજ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યા મામલે પોલીસે આજે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ બે આરોપીઓમાંથી એક મહિલા છે. જો કે હજુ મુખ્ય આરોપીની શોધ ચાલુ છે. અત્રે જણાવવાનું કે 27 જૂનના રોજ ફરીદાબાદના સેક્ટર 9માં વિકાસ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તે વખતે તેઓ જીમમાં ગયા હતાં.
નવી દિલ્હી: હરિયાણાના ફરીદાબાદમાં 27 જૂનના રોજ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યા મામલે પોલીસે આજે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ બે આરોપીઓમાંથી એક મહિલા છે. જો કે હજુ મુખ્ય આરોપીની શોધ ચાલુ છે. અત્રે જણાવવાનું કે 27 જૂનના રોજ ફરીદાબાદના સેક્ટર 9માં વિકાસ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તે વખતે તેઓ જીમમાં ગયા હતાં.
કોંગ્રેસે પોતાના સૌથી સારા મિત્ર ઉપર જ લગાવ્યો મોટો આરોપ, જાણો શું મળ્યો જવાબ
ફરીદાબાદના એસીપી જયવીર રાઠીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે ચૌધરી પર હુમલો તે સમયે થયો જ્યારે તેઓ સેક્ટર 9 સ્થિત પીએચસી જીમની બહાર પોતાની ગાડી પાર્ક કરી રહ્યાં હતાં. આ ફાયરિંગમાં કોંગ્રેસના નેતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરોએ ગાડીની બંને તરફથી ફાયરિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ઘટનાને અંજામ આપનારા હુમલાખોરો સફેદ રંગની ગાડીમાં આવ્યાં હતાં.
તેમના જણાવ્યાં મુજબ ઘટનાસ્થળ પર 12 ગોળીઓના ખોખા મળ્યાં હતાં. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં હુમલાખોરો જોવા મળી રહ્યાં છે. રાઠીએ જણાવ્યું હતું કે આ મામલે એવું લાગે છે કે હત્યાનું ષડયંત્ર બહુ પહેલા રચાયું હતું. એટલું જ નહીં તેના માટે કદાચ રેકી પણ કરાઈ હશે કારણ કે વિકાસ ચૌધરીના જીમ જવાની વાત હત્યારાને પહેલેથી ખબર હતી.
જુઓ LIVE TV