કોંગ્રેસે પોતાના સૌથી સારા મિત્ર ઉપર જ લગાવ્યો મોટો આરોપ, જાણો શું મળ્યો જવાબ

કર્ણાટકમાં કોંગ્રેસે હાર માટે સહયોગી પક્ષ જેડીએસને જવાબદાર ઠેરવ્યો છે. આ આરોપથી જેડીએસના વરિષ્ઠ નેતા એચડી દેવગૌડા ખુબ દુભાયા છે. 

કોંગ્રેસે પોતાના સૌથી સારા મિત્ર ઉપર જ લગાવ્યો મોટો આરોપ, જાણો શું મળ્યો જવાબ

બેંગ્લુરુ: લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ કોંગ્રેસ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવા મક્કમ છે. પાર્ટી મીટિંગમાં પણ તેઓ કહી ચૂક્યા છે કે આ હારની જવાબદારી પાર્ટીમાં કોઈ લેવા માટે તૈયાર નથી.  બીજી બાજુ પાર્ટીના અન્ય નેતાઓ પણ હાર પર ચૂપ્પી સાધીને બેઠા છે. કર્ણાટકમાં કોંગ્રેસે હાર માટે સહયોગી પક્ષ જેડીએસને જવાબદાર ઠેરવ્યો છે. આ આરોપથી જેડીએસના વરિષ્ઠ નેતા એચડી દેવગૌડા ખુબ દુભાયા છે. 

कांग्रेस ने सबसे अच्छे दोस्त पर जड़ा इल्जाम, जवाब मिला- 'आहत कर दिया'

પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાએ શુક્રવારે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં હાર માટે તેમની પાર્ટી સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવીને કોંગ્રેસના નેતાઓની ટિપ્પણીથી તેમને 'દુ:ખ' પહોંચ્યું છે. દેવગૌડાએ કહ્યું કે 'મને ખુબ દુખ થયું છે કે જ્યારે એક  બેઠકમાં તેમના (કોંગ્રેસના) રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં કોઈએ કહ્યું કે પાર્ટી જેડી(એસ) સાથે ગઠબંધનના કારણે મુશ્કેલીમાં હતી.'

જુઓ LIVE TV

અહીં પત્રકારોને દેવગૌડાએ કહ્યું કે મે 2018માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ પરિણામ આવ્યાં બાદ કોંગ્રેસ નેતા જ એવી ઈચ્છા લઈને આવ્યાં હતાં કે એચડી કુમારસ્વામી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરે. તેમણે કહ્યું કે 'અમે ક્યારેય કહ્યું નથી કે કુમારસ્વામીએ મુખ્યમંત્રી બનવું જોઈએ.'

દેવગૌડાએ કહ્યું કે પ્રમાણિકતાથી કહું તો શું 37 સીટોના આધારે (મુખ્યમંત્રી પદ માટે) કહેવું ધર્મ છે? તેઓ (કોંગ્રેસના નેતા) દિલ્હીની હાઈકમાન્ડના આદેશ પર આવ્યાં હતાં અને કહ્યું હતું કે કુમારસ્વામીએ મુખ્યમંત્રી બનવું જોઈએ. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે તેમણે મુખ્યમંત્રી પદ માટે મલ્લિકાર્જૂન ખડગે, હાલના ઉપમુખ્યમંત્રી જી પરેમેશ્વ કે વરિષ્ઠ કોંગ્રેસ નેતા એચ મુનિયપ્પાનું નામ સૂચવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news