બેંગલુરુ : એર ઈન્ડિયા શો પહેલા જ બેંગલુરુના યેલહાંકા વિસ્તારમાં બે સૂર્યકિરણ એરક્રાપ્ટ ક્રેશ થયા છે. ઘટનામાં એક પાયલટનું મોત થયું છે, જ્યારે કે બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનામાં બંને વિમાનમાં આગ લાગી હતી, અને આકાશમાં જ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલોરમાં એર ઈન્ડિયા શો 20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ એર શો ચાર દિવસ સુધી ચાલશે. ત્યારે આયોજન પહેલા ભારતીય વાયુસેનાના વિમાન અહીં પ્રદર્શનની રિહર્સલ કરી રહ્યા હતા. રિહર્સલ દરમિયાન બે સૂર્ય કિરણ એરક્રાફ્ટ ઉડાન ભરવાની સાથે જ ક્રેશ થઈ ગયા હતા. ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. કહેવાય છે કે, આ ઘટના એ સમયે બની, જ્યારે બંને એરક્રાફ્ટ ઉડાન ભરી રહ્યા હતા.


[[{"fid":"203725","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"DzwL7m-UcAAyJ4z.jpg","field_file_image_title_text[und][0][value]":"DzwL7m-UcAAyJ4z.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"DzwL7m-UcAAyJ4z.jpg","field_file_image_title_text[und][0][value]":"DzwL7m-UcAAyJ4z.jpg"}},"link_text":false,"attributes":{"alt":"DzwL7m-UcAAyJ4z.jpg","title":"DzwL7m-UcAAyJ4z.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ફાયર સર્વિસિસના ડીજીપી એમ.એન રેડ્ડીએ જણાવ્યું કે, ઘટનામાં એક પાયલટનું સારવાર દરમિયાન મોત થયું છે. બંને ઘાયલોની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને એરક્રાફ્ટ યેલાહંકાના નવા શહેર સ્થિત ઈસરોના લેઆઉટ પાસે પડ્યા હતા. જોકે, ઘટનાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.