મુંબઈ: ચાલુ ટ્રેનમાં એક યુવકને સ્ટંટ કરવાની કિંમત પોતાનો જીવ ગુમાવીને કરવી પડી. મુંબઈ (Mumbai) ની એક લોકલ ટ્રેનની બહાર લટકીને સ્ટંટ કરતી વખતે એક યુવકનું થાંભલા સાથે ટકરાઈને મોત થયું. કહેવાય છે કે યુવક પોતાના સંબંધી માટે કપડાંની ખરીદી  કરવા માટે મુંબઈ આવ્યો હતો. તે કલ્યાણથી મુંબઈ સીએસટી તરફ જતી લોકત ટ્રેનમાં ચઢ્યો હતો. આ સ્ટંટનો રૂંવાડા ઊભા કરી નાખે તેવો વીડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલા આ વીડિઓમાં એક યુવક ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જનરલ રાવત, જાણો કેટલું શક્તિશાળી છે આ CDS પદ 


આ ઘટનાનો આખો વીડિઓ રેલવે મંત્રાલયે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરતા ચેતવણી બહાર પાડી છે કે આ પ્રકારના સ્ટંટ કરવા એ ગેરકાયદેસર છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. 


જુઓ VIDEO 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....