વોશિંગ્ટન: અમેરિકાની લગભગ 200 કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ સેન્ટર લોકસભા ચૂંટણી બાદ ચીનથી ભારત ખસેડવા માંગે છે. અમેરિકા અને ભારતના સંબંધો મજબુત બનાવવાની પૈરવી કરનારા સ્વયંસેવી સમૂહ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (USISPF)એ આ ટિપ્પણી કરી છે. સમૂહે કહ્યું છે કે ચીનની જગ્યાએ કોઈ અન્ય વિકલ્પ શોધી રહેલી કંપનીઓ માટે ભારતમાં શાનદાર તકો ઉપલબ્ધ છે. સમૂહના અધ્યક્ષ મુકેશ અધીએ કહ્યું કે અનેક કંપનીઓ તેમની સાથે વાત કરી રહી છે અને પૂછી રહી છે કે ભારતમાં રોકાણ કરીને કઈ રીતે ચીનનો વિકલ્પ તૈયાર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે સમૂહ નવી સરકારને સમૂહ સુધારાને ઝડપી કરવાના અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાના સૂચનો આપશે. તેમણે પીટીઆઈ ભાષાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે મને લાગે છે કે આ સંવેદનશીલ છે. અમે પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તથા 12થી 18 મહિનામાં તેને વધુ પરામર્શ યોગ્ય બનાવવાના સૂચનો આપીશું. અમે જોઈ રહ્યાં છીએ કે ઈ-કોમર્સ, ડેટાના સ્થાનિક સ્તર પર સ્ટોરેજ વગેરે જેવા નિર્ણયોને અમેરિકી કંપનીઓ સ્થાનિક પરિબળ ન માનીને આંતરરાષ્ટ્રી પરિબળ માની રહી છે. 


જુઓ LIVE TV



જ્યારે એવું પૂછવામાં આવ્યું કે રોકાણને આકર્ષવા માટે નવી સરકારે શું કરવું જોઈએ તો અધીએ કહ્યું કે નવી સરકારે સુધારની ગતિમાં ઝડપ લાવવી જોઈએ, નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવી જોઈએ તથા વધુ પક્ષોની સાથે પરામર્શ પર ભાર મૂકવો જોઈએ. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે મુક્ત વ્યાપાર સંધિની પણ વકાલત કરી.