ઇન્દોર: મીની મુંબઇ કહેવાતા ઇન્દોરમાંથી ડ્રગ્સ પેડલર અને ડ્રગ્સ કારોબારની ચેનનો ખુલાસો પણ ધીમે ધીમે થઇ રહ્યો છે. જોકે ઇન્દોરની આન્ટી નંબર 1 બધુ જ એટલી સરળતાથી કરતી હતી કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે. હવે ઇન્દોરની ડ્રગ્સ આન્ટી વિજય પોલીસની પકડમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આન્ટીએ ના ફક્ત આન્ટી નામથી પરંતુ સપના, કાજલ અને પ્રેરણા નામથી પણ નશાની દુનિયામાં જાણિતી છે. આન્ટીના ટાર્ગેટ પર ઇન્દોરની બહારથી આવેલા કોલેજ, ગર્લ્સ અને વિદ્યાર્થીઓ રહેતા હતા, જે હુક્કાબાર અથવા પબ લાઇફના શોખીન હોય છે. 


આન્ટી એમડી ડ્રગ્સના શરૂઆતી ડોઝ તે વિદ્યાર્થીઓને મફતમાં પુરા પાડતી હતી અને પછી જ્યારે તેમને આદત લાગી જાય તો તે આન્ટીના ઇશારે નાચવા લાગતા હતા. ત્યારબાદ આન્ટી વિદ્યાર્થીઓ દ્વારા જિમ, પબ, બાર અને હાઇ પ્રોફાઇલ પાર્ટીઓમાં પહોંચાડીને તેમને નવા લોકોને ઉમેરાવતી હતી. તેના દ્વારા મળનાર પૈસામાંથી કમીશન અને નશો વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવતી હતી. 


ઇન્દોરની આન્ટીની નશાની ચેન લાંબી થતી જતી હતી. આન્ટીએ પોતે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે પબમાં જઇને તે યુવતિઓને ટાર્ગેટ કરતી હતી જે સિગરેટ અથવા હુક્કા પીવાની શોખીન છે. મહિલાએ યુવતિઓને નશો મફતમાં કરાવીને પોતાના કસ્ટમર બનાવવાની વાત કરતી હતી. શહેરમાં સામે આવ્યું ડ્રગ્સ કનેક્શનમાં ખુલાસો તે સમયે થયો જ્યારે સેક્સ રેકેટનો મુખ્ય આરોપી સાગર જૈન ઉર્ફે સૈંડોની ધરપકડ થઇ જેમાં ઘણા રહસ્યો ઉઘાડા પડ્યા. 


પોલીસને જાણવા મળ્યું કે અન્નપૂર્ણા રીજનલ પાર્ક રેસ્ટોરેન્ટ સહિત મોટા પબ અને બારમાં એમડી, કોકેઇન અને બ્રાઉન સુગરના અડ્ડા બનાવી દીધા હતા જ્યાંથી તે નવા ગ્રાહકો અને તેમને માલની ડિલિવરી કરવામાં આવતી હતી. 


ડ્રગ પેડલર્સ બનાનાર અને વિદેશી યુવતિઓને શિકાર બનાવનાર અનૈતિક કામ કરાવનાર ગેંગના તાર આન્ટી સાથે જોડાયેલા છે. અને ગેંગના સાત પેડલર્સ વિક્કી પરિયાની, ધીરજ સોનતિયા, સદ્દામ, સોહન ઉર્ફે જોજો સેંધવા (બડવાની), કપિલ પાટની, આફરીન અને યાસમીન નિવાસીને ખજરાના કોર્ટમાં હાજર કર્યા. કોર્ટે તમામ આરોપીઓના 12 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરી દીધા છે. 


વિજય નગર પોલીસ સ્ટેશનના તહજીબ કાજીએ જણાવ્યું કે બાંગ્લાદેશી યુવતિઓ પાસે દેહ વેપારના મામલે 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને સાગર સાથે પૂછપરછ બાદ ઘણા મોટા ખુલાસા થયા છે જેમાં ખાસકરીને ડ્રગ પેડલર્સને તૈયાર કરનાર ગેંગના સભ્યોનો ખુલાસો થયો છે. આ મહિલા ખૂબ હોશિયારી પૂર્વક કામને અંજામ આપતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube