Mumbai Train Bombing: 2003 મુંબઈ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ, 10 લોકોના મોત અને 70 લોકો થયા હતા ઘાયલ
2003 Mumbai Train Bombing: 13 માર્ચ 2003ના રોજ સાંજના સમયે મુલુંદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતાની સાથે જ બોમ્બ વિસ્ફોટ થયો હતો.
2003 Mumbai Train Bombing: ડિસેમ્બર 2002 અને માર્ચ 2003 વચ્ચે અનેક વિસ્ફોટોથી શહેરને હચમચાવી નાખ્યાને હવે લગભગ 20 વર્ષ થયા છે.
13 માર્ચ, 2003 ના રોજ, સાંજના બીઝી કલાકોમાં દરમિયાન મુલુંદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતાની સાથે જ વિસ્ફોટ થયો હતો. જે બોમ્બ વિસ્ફોટ થયો તે ફર્સ્ટ ક્લાસ લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં મૂકવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 70 લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા 10 લોકોમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચાર મહિલાઓ હતી, જેમાંથી બે પોલીસ કોન્સ્ટેબલ હતી અને છ પુરૂષો જે બાજુના સેકન્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં હતા.
અગાઉ, 6 ડિસેમ્બર, 2002ના રોજ, મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર મેકડોનાલ્ડ્સમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા હતા, જ્યારે 27 જાન્યુઆરી, 2003ના રોજ વિલે પાર્લેના માર્કેટ વિસ્તારમાં સાયકલ સાથે જોડાયેલ બોમ્બ વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
27 જાન્યુઆરી, 2003ના રોજ વિલે પાર્લે રેલ્વે સ્ટેશન પાસે સાયકલ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 28 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ ત્યારે થયો હતો જ્યારે તે સમયના ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી શહેરની મુલાકાતે હતા.
આ પણ વાંચો:
રસોડામાં રાખેલા આ મસાલા આર્થિક સમસ્યાથી અપાવશે મુક્તિ, ગ્રહ દોષ, વાસ્તુ દોષ થશે દુર
રાશિફળ 13 માર્ચ: આ જાતકોને ગ્રહ ગોચર અકલ્પનીય સફળતા અપાવશે, સુખ-સંપત્તિ વધશે
કૂવામાં પડેલો શ્વાન-બિલાડી દોઢ વર્ષ પાણી વગર જીવ