2006 Varanasi Blast: ગાઝિયાબાદ જિલ્લા અને સત્ર અદાલતે વારાણસીમાં થયેલા સીરીયલ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી વલીઉલ્લાહને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. વિસ્ફોટોના 16 વર્ષ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વારાણસીના સંકટ મોચન મંદિર અને કેન્ટ રેલવે સ્ટેશન પર 2006માં સીરીયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 18 લોકોના મોત થયા હતા અને 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે જ સાંજે દશાશ્વમેઘ ઘાટ પરથી વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 એપ્રિલ 2006ના રોજ વારાણસી પોલીસે આ કેસમાં લખનૌના ગોસાઈગંજ વિસ્તારમાંથી અલ્હાબાદના ફૂલપુર ગામના રહેવાસી વલીઉલ્લાહની ધરપકડ કરી હતી. 4 જૂને દોષી ઠેરવવામાં આવેલા વલીઉલ્લાહ પર સંકટ મોચન મંદિર અને વારાણસી કેન્ટ રેલવે સ્ટેશન પર વિસ્ફોટનું કાવતરું ઘડવાનો અને તેને અંજામ આપવાનો આરોપ 4 જૂને સાબિત થયો હતો.


આ પણ વાંચો:
લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બને છે હાર્ટએટેકનું કારણ? ચોંકાવનારો સ્ટડી
રાજ્યમાં હોળી સમયે ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ, કરાવર્ષાથી ઉભાં પાકને નુકસાન
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ


વારાણસીના વકીલોએ વલીઉલ્લાહનો કેસ લડવાની ના પાડી. આ પછી, અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસને ગાઝિયાબાદ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો. ત્યારથી આ કેસની સુનાવણી ગાઝિયાબાદ સ્થિત જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી હતી.


અગાઉ 4 જૂને ગાઝિયાબાદ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિન્હાની કોર્ટે વલીઉલ્લાહને દોષિત ઠેરવ્યો હતો. આ પહેલા 23 મેના રોજ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિંહાની કોર્ટમાં વારાણસી બોમ્બ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી શરૂ થાય તે પહેલા આરોપી વલીઉલ્લાહને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય માટે 4 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી.


હકીકતમાં, 7 માર્ચ, 2006ના રોજ વારાણસીમાં સંકટમોચન મંદિર અને રેલવે કેન્ટમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટો બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ સાથે જ દશાશ્વમેધ ઘાટ પરથી કુકર બોમ્બ પણ મળી આવ્યો હતો. વિસ્ફોટોમાં સંકટ મોચન મંદિરમાં સાત અને કેન્ટ સ્ટેશન પર 11 લોકોના મોત થયા હતા.


આ પણ વાંચો:
Indian Railways Rule Changed: રેલવેમાં રાત્રે સૂવા અંગેના બદલાયા નિયમો
Ambani Family House: 'એન્ટીલિયા'માં શિફ્ટ થયા પહેલા આ ઘરમાં રહેતો હતો અંબાણી પરિવાર
Job Cuts: આગામી 6 મહિનામાં શિક્ષા ક્ષેત્રમાં નોકરીયો પર મુકાશે કાપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube