Opposition Unity: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને માત આપવા માટે પટણામાં વિપક્ષી દળોની બેઠક થઈ જેમાં કોંગ્રેસ સહિત 15 પાર્ટીઓ સામેલ થઈ. પરંતુ બેઠક બાદ જે નજારો જોવા મળ્યો તેણે વિપક્ષની એક્તાના સચનો ભાંડો ફોડ્યો. બિહારના પટણામાં વિપક્ષે પોતાની તાકાત દેખાડવા માટે એક મહત્વની બેઠક કરી. કોંગ્રેસ સહિત 15 પાર્ટીઓએ કોમન મિનિમમ પ્રોગ્રામ, 450 સીટો પર જોઈન્ટ ઉમેદવાર, તપાસ એજન્સીઓના દૂરઉપયોગ અને મણિપુર હિંસા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટીંગ બાદ વિપક્ષની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પણ થઈ. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમાં જોડાયા નહીં. આમ આદમી પાર્ટીએ કહ્યું કે વટહુકમ પર જ્યાં સુધી સાથ નહીં મળે ત્યાં સુધી આગળની બેઠકોમાં જોડાશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે વિપક્ષની એક્તામાં મજબૂતાઈ આવતા પહેલા જ તિરાડ પડવા લાગી છે. બેઠક બાદ થયેલી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સથી દિલ્હીના સીએમ કેજરીવાલે અંતર જાળવ્યું છે અને પાર્ટીએ એક સ્ટેટમેન્ટ બહાર પાડતા કહ્યું કે અધ્યાદેશ પર જ્યાં સુધી કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે ત્યાં સુધી અમે આગળની રણનીતિમાં ભાગ લઈશું નહીં. 


PM મોદીને મળ્યા બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ ગુજરાત માટે કરી મોટી જાહેરાત


સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારે હાજરી અંગે બહાર પાડ્યો નવો નિયમ


શબમરીનમાં મોતની અંતિમ પળો..જાણીને ધ્રુજી ઉઠશો, મિલિસેકન્ડ્સમાં ટુકડાંમાં ફેરવાઈ ગયા


ભાજપે પૂછ્યાં સવાલ
અત્રે જણાવવાનું કે વિપક્ષની આ બેઠક પર ભાજપે પણ કટાક્ષ કર્યો છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં વિપક્ષી એક્તા ક્યાંય જોવા મળશે નહીં અને ન તો તેમનું ગઠબંધન જોવા મળશે. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન નીતિશકુમાર અને લાલુ યાદવને જેલ મોકલવાનો ઉલ્લેખ કરતા તેમના રાજકારણ પર જ સવાલ ઉઠાવી દીધા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube