ટાઈટેનિક શબમરીનમાં મોતની એ અંતિમ પળો..જાણીને ધ્રુજી ઉઠશો, મિલિસેકન્ડ્સમાં ટુકડાંમાં ફેરવાઈ ગયા 5 લોકો!

Titan Submarine: ઓશનગેટની 22 ફૂટ લાંબી શબમરીન ટાઈટન એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગઈ. તેમાં સવાર તમામ પાંચ લોકોના મોત થઈ ગયા. મોત કેટલું દર્દનાક હશે તેનો આપણે ખાલી અંદાજો લાવી શકીએ છીએ. જે પાંચ લોકો ડૂબીને મૃત્યુ પામ્યા છે તેમની લાશ સુદ્ધા મળી નહીં શકે તેવું કહેવાઈ રહ્યું છે. અમેરિકી નૌસેનાના ડોક્ટર રહી ચૂકેલા એક રિટાયર ઓફિસરે જણાવ્યું કે આ નાનકડી શબમરીનમાં મોતના આખરી પળ કેવા હશે. વિશ્વાસ નહીં કરી શકો કે જે પણ કઈ તેમણે બતાવ્યું કે જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જશે.

ટાઈટેનિક શબમરીનમાં મોતની એ અંતિમ પળો..જાણીને ધ્રુજી ઉઠશો, મિલિસેકન્ડ્સમાં ટુકડાંમાં ફેરવાઈ ગયા 5 લોકો!

ઓશનગેટની 22 ફૂટ લાંબી શબમરીન ટાઈટન એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગઈ. તેમાં સવાર તમામ પાંચ લોકોના મોત થઈ ગયા. મોત કેટલું દર્દનાક હશે તેનો આપણે ખાલી અંદાજો લાવી શકીએ છીએ. જે પાંચ લોકો ડૂબીને મૃત્યુ પામ્યા છે તેમની લાશ સુદ્ધા મળી નહીં શકે તેવું કહેવાઈ રહ્યું છે. અમેરિકી નૌસેનાના ડોક્ટર રહી ચૂકેલા એક રિટાયર ઓફિસરે અંદાજો વ્યક્ત કરતા જણાવ્યું કે આ નાનકડી શબમરીનમાં મોતના આખરી પળ કેવા હશે. વિશ્વાસ નહીં કરી શકો કે જે પણ કઈ તેમણે બતાવ્યું કે જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જશે. જે પણ કઈ આ ડોક્ટરે જણાવ્યું છે તે જાણીને તમારા હાજા ગગડી જશે. 

રોબોટે જોયા ટુકડાં
યુએસ નેવીના રિટાયર્ડ હાઈ રેંકિંગ ડોક્ટરનું માનીએ તો શબમરીનમાં સવાર પાંચ લોકોના મોત ગણતરીની પળોમાં થઈ ગયા હશે. આ શબમરીનનો કાટમાળ ટાઈટેનિક જહાજના કાટમાળથી 1600 ફૂટના અંતર પર મળ્યો છે. આ શબમરીનની અંદર મુસાફરો કચડાઈ ગયા હશે. આ લોકોએ ક્યારેય એવી કલ્પના નહીં કરી હોય કે તેમને આવું મોત મળશે. ગુરુવારે સમુદ્રની સપાટીથી લગભગ બે મીલ નીચે ઊંડા સમુદ્રમાં રહેલા એક રોબોટે તૂટેલી શબમરીનના મોટા ટુકડાં જોયા હતા. કાટમાળની શોધથી ખબર પડે છે કે રવિવારે ટાઈટેનિક જહાજના કાટમાળથી નીચે  ઉતરતી વખતે જ સબર્સિબલમાં એક ભયાનક વિસ્ફોટ થયો હતો. 

ડેઈલી મેલે અમેરિકી નેવી સાથે કામ કરી ચૂકેલા અંડર સી મેડિસિન એન્ડ રેડિએશન હેલ્થના પૂર્વ ડાઈરેક્ટર ડોક્ટર ડેલ મોલેના હવાલે મોતની અંતિમ પળો વિશે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે ટાીટન ક્રુએ પોતાના દુ:ખદ અંતિમ ક્ષણોમાં શું શું અનુભવ કર્યો હશે. મોલેના જણાવ્યાં મુજબ આ બધુ એટલું અચાનક થયું હશે કે તેમને ખબર પણ નહીં પડી હોય કે ક્યાંક કોઈ સમસ્યા હતી કે પછી તેમની સાથે શું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ કઈકએવું છે કે જેમ કે તમે ત્યાં એક મિનિટ થોભ્યા અને પછી સ્વિચ બંધ કરી દીધી. એક મિલીસેકન્ડ માટે તમે જીવિત છો અને બીજી જ મિલીસેકન્ડમાં તમે મરી ચૂક્યા છો. 

જાણો કોઈ ફૂગ્ગો ફૂટ્યો
ડો. મોલેએ શબમરીનમાં થયેલા વિસ્ફોટની સરખામણી કોઈ ફુગ્ગાના ખુબ વધારે ફૂલાઈ જવાથી ફાટવા સાથે કરી. તેમણે જણાવ્યું કે આ વિસ્ફોટમાં તેમના ટુકડાં ટુકડાં થઈ ગયા હશે. તેમના શબ્દોમાં..ઈમ્પોઝન (અંદરથી વિસ્ફોટ) ત્યારે થાય છે જ્યારે દબાણની લહેર અંદરથી થાય છે. જ્યારે એક્સપ્લોઝન (વિસ્ફોટ) ત્યારે થાય છે જ્યારે દબાણની લહેર કે શોક વેવ  કોઈ બહારના સ્ત્રોતથી આવે છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કોઈ ખાલી સોડા કેન પર ઊભું હોય છે ત્યારે તે તમારા વજનને સંભાળી લેશે પરંતુ જો તમે કિનારા પર દબાણ નાખશો તો કેન તરત જ ઢળી જશે. 

તેમનું કહેવું હતું કે સબમર્સિબલને પાણીની અંદરના દબાણને ઝેલવા માટે ડિઝાઈન કરાય છે. સપાટીથી 12500 ફૂટ નીચે જ્યાં દબાણ સમુદ્ર સપાટીથી લગભગ 400 ગણું વધુ દબાણ હોય છે. મોલેના જણાવ્યાં મુજબ એવું લાગે છે કે જેવા તેઓ નીચે પહોંચ્યા હશે કે શબમરીન ફાટી ગઈ છે. 

એનીમેટેડ વીડિયો
શબમરીનની જે હાલત થઈ છે તે હવે લોકોને ડરાવી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે એક ટિકટોક વીડિયો વાયરલ થયો છે જે ખુબ ડરામણો છે. આ વીડિયોમાં દર્શાવાની કોશિશ કરાઈ છે કે આખરે 12000 ફૂટ નીચે આ શબમરીન સાથે શું થયું હશે. 

— WOLF™️ (@thepakwolf) June 22, 2023

વીડિયોમાં એનિમેશન દ્વારા ઘટના અંગે જણાવવાની કોશિશ કરાઈ છે. એવું મનાય છે કે શબમરીન ટાઈટેનિકના કાટમાળથી 1600 ફૂટ દૂર હતી ત્યાર તેમાં એક વિનાશકારી વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા. વિશષજ્ઞોના જણાવ્યાં મુજબ વિસ્ફોટથી જહાજ પર સવાર લોકો તરત જ મૃત્યુ પામ્યા હશે. ટિકટોક પર  કેટલાક એનિમેટર્સે વીડિયો શેર કર્યા છે જેનાથી અંદાજો લગાવી શકાય કે પાંચ લોકો સાથે શું થયું હશે. એવું કહેવાય છે કે શબમરીનમાં દબાણના કાણે ભયાનક વિસ્ફોટ થયો. આ ડરામણા વીડિયોમાં ટાઈટન સબમર્સિબલમાં વિસ્ફોટની દુર્ઘટનાને દોહરાવવામાં આવી છે. 

કોઈ પુષ્ટિ નહી
વીડિયોની પુષ્ટિ હજુ સુધી કોઈએ પણ અધિકૃત રીતે કરી નથી. ન તો તેના વિશે વધુ માહિતી શેર કરાઈ છે. એવું કહેવાય છે કે લેન્ડિંગ ફ્રેમ અને શબમરીનનો પાછળનો કાટમાળ મળ્યો છે. તેનો અર્થ એ છે કે તે તરત નષ્ટ થઈ નથી. સ્ટારફિલ્ડ્સ સ્ટુડિયોઝ(@Starfieldstudio)  શબમરીનના વિસ્ફોટનો એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં ટાઈટન શબમરીનની એક તસવીર દેખાડવામાં આવી છે. દેખાડવામાં આવ્યું છે કે તે પાણીમાં ઉતરે છે અને તેમાં ઝડપથી બ્લાસ્ટ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news