Corona Update: ફરી શરૂ થયો કોરોનાનો કકળાટ, 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ, 36ના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા અનુસાર અત્યારે ભારતમાં કોરોનાના કુલ કેસ 4,38,88,455 છે અને 4,32,10,522 દર્દી રિકવર થયા છે. સક્રિય કેસ 1,52,200 છે. આ ઉપરાંત 18,143 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગત 24 કલાકમાં 36 દર્દીઓના મોત થયા છે તો કોરોનાના લીધે મોતનો આંકડો 5,26,033 પહોંચી ગયો છે.
Corona Virus in India: દુનિયામાં કોરોનાના વધતા જતા કેસે ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. તો બીજી તરફ ભારતમાં ગત 24 કલાકમાં કોવિડના 20,279 નવા કેસ સામે આવ્યા છે. જો બે દિવસની વાત કરીએ તો 21,880 નવા કેસ સામે આવ્યા છે. આ હિસાબથી કોરોનાના નવા કેસની સંખ્યા વધી ગઇ છે. જોકે આ આંકડા સતત વધઘટ થઇ રહ્યા છે. તો બીજી તરફ કોરોનાથી લોકોના મોતના સમાચારની વાત કરીએ તો ગત 24 કલાકમાં 36 લોકોના મોત થયા છે. આ આંકડો બે દિવસ પહેલાં 60 પહોંચી ગયો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા અનુસાર અત્યારે ભારતમાં કોરોનાના કુલ કેસ 4,38,88,455 છે અને 4,32,10,522 દર્દી રિકવર થયા છે. સક્રિય કેસ 1,52,200 છે. આ ઉપરાંત 18,143 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગત 24 કલાકમાં 36 દર્દીઓના મોત થયા છે તો કોરોનાના લીધે મોતનો આંકડો 5,26,033 પહોંચી ગયો છે. દેશમાં કુલ વેક્સીન લગાવનારાઓની સંખ્યા 2,01,99,33,453 થઇ ગઇ છે.
તો બીજી તરફ ગુજરાતમાં ગત 24 કલાકમાં કોરોના કેસમાં ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના 937 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 745 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીઓનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.68 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5470 એક્ટિવ કેસ છે. જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5459 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,31,215 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસના આંકડા
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 304 કેસ નોધાયા છે, અને એકનું મોત નિપજ્યું છે. વડોદરા કોર્પોરેશનમાં 83, મહેસાણા 66, ગાંધીનગર 45, સુરત કોર્પોરેશન 45, વડોદરા 36, ગાંધીનગર કોર્પોરેશન 34, સાબરકાંઠા 32, રાજકોટ કોર્પોરેશન 27, બનાસકાંઠા 24, ભાવનગર કોર્પોરેશન 24, સુરત 24, વલસાડ 21, કચ્છ 20, રાજકોટ 19, આણંદ 14, જામનગર કોર્પોરેશન 14, પાટણ 14, નવસારી 13, મોરબી 12, અમરેલી 19, પોરબંદર 10 એમ કુલ 937 કેસ નોંધાયા છે.
ગુજરાતના રસીકરણના આંકડા
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,01,991 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1918 ને રસીનો પ્રથમ અને 5059 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 121 ને રસીનો પ્રથમ અને 1625 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 36555 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1484 ને રસીનો પ્રથમ અને 2392 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 252837 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,36,92,205 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube