નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસના અવસર પર અપાતા પદ્મ શ્રી પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ મેળવનારમાં પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલી અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું નામ પણ છે. તો પીવી સિંધુ અને મનોહર પર્રિકરનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે. ગુજરાતના બાલકૃષ્ણ દોષીનું પણ પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે. 118 હસ્તિઓને પદ્મ શ્રી આપવામાં આવશે. જેમાં ગુજરાતના 7 લોકોનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લોકોને મળશે પદ્મ વિભૂષણ
જોર્જ ફર્નાન્ડિસ (મરણોપરાંત), અરૂણ જેટલી (મરણોપરાંત), સર અનિરુદ્ધ જુગનાથ, એમસી મેરી કોમ, છન્નૂલાલ મિશ્રા, સુષમા સ્વરાજ (મરણોપરાંત), પેજાવરા મઠના મહંત શ્રી વિશ્વેશા (મરણોપરાંત).


16 વ્યક્તિઓનું પદ્મ ભૂષણથી કરવામાં આવશે સન્માન
મુમતાઝ અલી, સૈયદ મુઆજેમ અલી (મરણોપરાંત), મુજફ્ફર હુસૈન બેગ, અજય ચક્રવર્તી, મનોજ દાસ, બાલકૃષ્ણ દોષી, કૃષ્ણામ્મલ જગન્નાથન, એસસી જમિર, અનિલ પ્રકાશ દોષી, સેરિંગ નંડોલ, આનંદ મહિન્દ્રા, નીલકંઠ રામકૃષ્ણ માધવ મેનન (મરણોપરાંત), મનોહર પર્રિકર (મરણોપરાંત), પ્રો જગદીશ સેઠ, પીવી સિંધુ, વેણુ શ્રીનિવાસન. 


આ સિવાય વિભિન્ન ક્ષેત્રમાં સરાહનીય કામ કરનાર કુલ 188 વ્યક્તિઓનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવશે. તેમાં લંગર બાબાના નામથી જાણીતા જગદીશ લાલ આહુજા, 21 હજાર લાવારિશ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર મોહમ્મદ શરીફ, કાશ્મીરમાં દિવ્યાંગ બાળકો માટે કામ કરનાર જાવેદ અહમદ ટાક, જંગલોના એનસાઇક્લોપિડિયાના રૂપમાં જાણીતા તુલસી ગૌડા સહિત કુલ 118 લોકો સામેલ છે. ગુજરાતના સાત લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 


આ હસ્તીઓને મળશે પદ્મ વિભૂષણ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...